કારડીયા રાજપુત યુવા સંઘ દ્વારા પરંપરાગત મુજબ જુલાઈ માસના પ્રથમ રવિવારે છેલ્લા ૨૬ વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પ અક્ષરવાળી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવવામાં આવ્યો હતો, ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ ટીવી કેન્દ્ર પાસે છાપરું હોલ ખાતે કારડીયા રાજપુત યુવા સંગઠ દ્રારા આજરોજ રવિવારના રોજ વર્ષોની પરંપરા મુજબ જુલાઈ માસના પ્રથમ રવિવારે સતત છવ્વીસ વર્ષ થી નિયમિત રીતે યોજાતો ૨૬ મો રક્તદાન કેમ્પ યોજાઈ ગયો હતો. જેમાં મહિલા રક્તદાતાઓ, દંપતી રક્તદાતાઓ તેમજ ૧૧ યુવાનોના ગ્રુપ એમ કુલ મળીને ૩૦૮ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. સાથે પ્રાથમિક ધોરણો ૧ થી ૮ના ૭૦૦ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રક્તદાન થકી જીવનદાન.. અને કોઈ ના જીવનદાન માં આપણે સૌ નિમિત્ત બનીએ અને આ પ્રવૃત્તિ માટે વધુ ને વધુ જાગૃતિ સમાજ માં ફેલાય એ માટે યુવા સંઘ કટિબદ્ધ છે. કારડીયા રાજપૂત યુવા સંઘના પ્રમુખ અભયસિંહ ચૌહાણ સૌ રક્તદાતાઓ, સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.આ કાર્યક્રમ ભાવનગર શહેર માં સમાજ માટે વિવિધ પ્રવૃત્તિ કરતા સંગઠનોના પ્રમુખ ત્થા સભ્યો, સમાજ ના જિલ્લાના આગેવાનો, સમાજ ના તમામ ડોકટરો, સમાજના સરકારી કર્મચારી મિત્રો, ત્રણેય છાત્રાલયોના સંચાલકો તેમજ વિદ્યાર્થીઓના સહયોગથી કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે યુવા સંઘ ના સભ્યો એ જહેમત ઊઠાવી હતી.