મહિલાઓને કંઈ બાબતની સખ્ત બીક લાગે છે તેની કોઈ પણ જાતના રેન્ડમ કે ડીટેઈલ્ડ સર્વે કર્યા સિવાય સર્વાનુમતે એક જ પ્રત્યુત્તર નિર્વિલ્પપણે ગરોળી, વાંદા જ હોય!! એક બાબત નોંધપાત્ર એ છે કે ગરોળી જુએ એટલે બેનોના મોતિયા મરી જાય. અવકાશયાત્રી સુનિતા વિલયમ્સ કે સ્પ્રિન્ટ કવિન પી. ટી. ઉષા
પેપ્સીની સીઈઓ ઈન્દ્રા નુયી કે અમેરિકન વાઈસ કે ઓવરવાઈઝ પ્રેસિડેન્ટ કમલા હેરિસ હોય વૃંદા કોતર હોય કે શેરી વાળીને સજ્જ કરવી શામલી હોય, મેરી કોમ કે મિતાલી રાજ હોય ગરોળીથી બીતી જ હોય.
ગરોળીને જુએ કે માતાજી આવ્યા હોય એમ મુખબાવળમાંથી ચિત્ર ખાસ કરીને વિચિત્ર અવાજોનું ઝરણ વહેવા માંડે. નાના ઝરણા એકત્ર થઈને નદી બને તેમ વધારે અવાજો નાઈગ્રા ફોલ્સનું સ્વરૂપ ધારણ કરે!! ઓઈ ઉઇ મા થી ચાલુ થઇને કકકો-બારાખડીના બધા સ્વર- વ્યંજનો(ખાવાની વાનગી નહી ભૂખડો) ઉપયોગ કરે. પગમાં સાપ ગુચળું વળીવીંટળાઈ ગયુો હોય તેમ ભયથી થરથર પર્ણો જેમ પવનથી કાંપે તેમ ધ્રૂજવા માંડે!! આવા વખતે વાલા મૂઈને સેલ્ફી લેવાનું પણ ન સૂઝે, બોલો. શું બોલે? પત્ની હાજરીમાં જીભનો લવો કયાં વળે છે તે બોલીએ!!
ગરોળી નીકળી હોય તેમાં આપણે અને આપણી સિતોત્તેર પેઢી જ કેવળ જવાબદાર હોય તેવું ધરાર માને. ઠીંગણી કે લાંબી, જાડી કે પાતળી , કાળી કે ધોળી જે મોડેલ તમારા નસીબે, કમનસીબે કેસદનલીબે ઉપલબ્ધ હોય એ તમને ઝૂડી જ કાઢે. અલ્યા ભાઈ શાબ્દિક ધોલાઈની વાત કરૂં છું, શારીરિક નહી. કોઇ આંગળી તો અડાકડી જુએ. એની મજાલ છે કે આંગળી અડકાય. આખા હાથનો ઘુસ્સો બરડામાં જડી દે તો વાત અલગ છે.તમામ પિયરિયાને છોડીને એકલી રહેતી હેય તો દયા ખાઇને માફ કરવા જેટલું સ્ત્રી દાક્ષિણ્ય કે પૌર્વાત્ય દાખવવું પડે કે નહીતર મર્દ જાત પર થું થું થાય!!!
કાતિલ નજરે ગજવેલ લોઢા જેવી જીભ શરૂ થાય એટલે ખલ્લાસ! માસ્તરની વાણી તો શાળાનો ઘંટ વાગે કે પડી જાય એટલે ઘંટ સ્ફુરણાથી વિરામ લે, પણ આમની વાત થાય નહી!!સીધો મૌકા કે પર છક્કો લગાવે.
“ તમારી માને કાઢો મને બીક લાગે છે.આમ ઠોયાની જેમ શું ઉભા છો? “ મહામહિમા આદેશ કે અધ્યાદેશ જારી કરે.”સ્ટોરરૂમમાંથી સાવરણી સઇને તમારી સગલીને કાઢો! “વાક્યે વાક્યે સંબંધના સમીકરણો બદલાય.
ગરોળી કાઢવી કે ચીટકું કે લપિયણ સાસુને આપણા ઘરમાંથી સિફતપૂર્વક તેના ઘર તરફ ધકેલવા જેવું ભગીરથ કામ છે. જમાઈના ઘરે ધૂણી રે ધખાવી તારા નામની ભજનની ટેકની જેમ ટેક લીધેલ સાસુને પરગૃહેથી સાસુગૃહે ધકેલવા જેવું નામુમકીન કામ છે!! સાસુના ધામા ને બાળકના ગાભાથી છૂટવું દુષ્કર છે.
તકલીફ એ છે કે ગરોળી છત્રપત શિવાજીનું ગેરીલા કે ગોરીલા યુધ્ધ શીખી આવી હોય તેમ દિવાલ પર ભાગાભાગી દોડાદોડી કરે . આપણે સ્પાઈડર મેન કેમ નથી બનતા તેનો પસ્તાવો થાય!! તમે સાવરણી દિવાલ પર ઠપકારો એટલે ઓપન ચેલેન્જ દેતા હોય તેમ દિવાલ ઘડિયાળ પાછળ છુપાઇ જાય!! તમારી પ્રવૃતિ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી જેવી રનિંગ કમ કનિંગ કોમેન્ટરી અસ્ખલિત ચાલું હોય?!
“આ ઘડિયાળના ઠોઠાને ધામધૂમથી એકવીસ તોપની સલામી સાથે વિદાય કરવા મારી લૂલી થાકી ગઇ ,પણ તમે કયા કંઈ સાંભળો છો મારુ?” ફરિયાદનો મારો ચાલુ થઈ જાય!!
“ ઘડિયાળ પર સાવરણી મારો એટલે મારી શૌર્ય બહાર આવે” કટુતા જીભથી ટપકવા માંડે!
તમે સાવરણીથી ઘડિયાળ ઠપઠપાવો એટલે પાંચ મિનિટ લગી ગરોળીની અક્ષૌહીણી સેનામાં કોઈ સળવળાટ ન થાય પિન ડ્રોપ લાઇસન્સ! જેવા તમે ગાફેલ થાવ કે કમાન્ડર ગરોળી નવો મોરચો ખોલે!!
ઘડિયાળથી બહાર નીકળીને પ્રકાશવેગે ગણપતિના ફોટા પાછળ સંતાઈને જાણે તમને ચેલેન્જ કરે મને પકડવી ભગાડવી નામુમકિન છે. ખતરો કે ખુલાડીથી પણ કેટલાય ગણી હોરિબલ, ટેરિબલ અને ડેન્જરસ છે!!
આ ઉપક્રમમાં -આપણી ડોળા ન કાઢો મારી નિષ્ફળતાના છાજિયા લેવાનો ક્રમ, ઉપક્રમ યથાવત્ હોય. ઝલક માણો.
જીંદગીમાં શું કાંદા કાઢ્યા છે? એક ગરોળી કાઢી શકતા નથી . તમારામાં કોઈ વેતો જ બળ્યો નથી!! પગાર સિવાય બીજેથી રૂપિયા ઉસેડવાના પણ માએ શીખવ્યું નથી. આપણી બાજુવાળા નાવડીયાને જુઓ રોજ બ્રિફકેસ ભરીને રૂપિયા લઈ આવે છે, સાવ નકામા છો. મારી લાઇફ સ્પોઇલ કરી દીધી વગેરેવગેરે .એઝ યુઝવલ મન કી બાત!!સાહેબ રવિવારે મન કી બાત બોલે. આમનો પ્રસારણ સમય નકકી જ નહીત્ર.ઘણી વાર લેઇટનાઇટ મુવીની જેમ વિધાઉટ એનાઉન્સમેન્ટ સીધું લાઇલ ટેલિકાસ્ટ ઓન એર હોય!! આ ગાથા આટલા માટે કરી કે આપણને ગરોળી સામે સ્ટ્રેટિ્જક વ્યુહરચના માટે સમય મળી જાય. આપણી પાસે પૂરતા સ્પાઈડરમેન હોય તો શાલેના અંગ્રેજના જમાનાના જેલર અસરાનીની જેમ આધે ઉધર જાવ, આધે ઇધર જાવ ઔર બાકી મેરે સાથ ચલો જેવો ઘનચક્કર આદેશ કરી શકીએ.આપણે શકતિકપૂર નથી કે ગરોળી સામે ચોક્કસ ભગિની કરી બે હાથની આંગળીઓ સામ સામે ભટકાડતાં મૈં તોટાસા નન્હાતા બચ્ચા હું કહીને ગરોળી સામે દયાની અરજ ગુજારીએ!! સારા શહેર મુઝે લોયન કે નામ સે જીવતા હૈ! જેવું અદિતિની સ્ટાઈલમાં ગરોળીને કહી શકીએ અને ગરોળી નૌદો ગ્યારહ કરી જાય અને ટાઢા પાણીએ કોરોના જાય!!
પેલી લોહીપીણી -અરે ભાઇ મનચાહ્યો અર્થ ન કાઢો પ્લીઇઇઇઝ. હું ગરોળીની વાત કરૂં છું, ઘરવાળીની નહી!! પેલી ગણપતિના ફોટા ખાતેથી ટયુબલાઇટ તરફ જઉં રહી હોય આપણે ટયુબલાઈટ પર સાવરણી ઝીંકીએ અને વાદળો જેવો ગગનભેદી નારો સંભળાય અને ટયુબલાઇટ ગૂરૂત્વાકર્ષણના નિયમને અધિન થાય. ટયુબલાઈટની સફેદ ઝીણી ઝીણી કરતો સોફા પર , ટાઈલ્સ પર , સોફાના કુશન પર, ટીપોઈ પર વેરાઈ જાય!! કોઈ કરતબકાર ચકાચોંધ લાઇટો વચ્ચે સ્ટેજમાં ટયુબલાઇટની સ્ટીક તેનાશરીર પર પછાડીને તોડ તેવો માહોલ થઈ જાય.!! નાટકમાં તો નાટક પૂરૂં થાય કે અંક પૂરો થાય એટલે પડદે પાડી શકાય છે. ગરોળી ભગાડવાના પ્રહસનમાં પડદો પડતો નથી પણ લોકસભાના તોફાની ફલોરમાં તબદિલ થાય છે. જયાં આક્ષેપ પ્રતિઆક્ષેપ કાગળની ફાડાફાડી શારીરિક હુમલાઓના આઘાતજનક દ્રશ્યો ભજવ્યા છે . છેવટે સભાગૃહ મોકુફીનો નિર્ણય. ટયુબલાઇટ કે ફોલ્સ સિલિંગમાં સંતાયેલી ગરોળી વિશ્વ
વિજેતા અદામાં સિકંદરની અદામાં સમરાંગણ છોડે છે નાસીપાસ થયેલા ગોરધન- ન સમજ્યા- યાર તમે પોતે- ટયુબલાઇટના તૂટેલા કાચ સાવરણીની મદદથી સુપડીમાં તૂટેલા અરમાનોની જેમ અંધારામાં એકત્ર કરે છે. અંધારું પડદાનું કામ કરે છે!!!!!
– ભરત વૈષ્ણવ