ગીર જંગલ વિસ્તારમાં અનરાધાર વરસાદથી રાવલ શાહી મચ્છુન્દ્રી નદીઓ બે કાંઠે વહેવા લાગી

55

ગીર ગઢડા તાલુકામાં અને ગીર જંગલ પંથકમાં આજે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે બપોર બાદ અનરાધાર વરસાદ શરૂ થતાં નદી નાળા છલકાઈ ગયા હતા
ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા ધોકડવા ખિલાવડ ફાટસર ઇટવાયા કોદીયા બેડીયા સોનારીયા જસાધાર તુલસીશ્યામ ગીર જંગલ પંથકમાં ધોધમાર ૨ થી ૩ ઈંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતનાં ખેતરમાં પાણી ભરાયાં હતાં ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો ઢોલા શેરી ખોડિયાર નગર ભક્તિ નગર માળવી શેરી બજારમાં પાણી ભરાઈ ગયા હતા અને અવિરત વરસાદના કારણે બે કાચાં મકાનની દિવાલ ધરાશયી થઇ હતી ગીર જંગલ પંથકમાં ૩ થી ૪ ઇંચ જેટલો અતી ભારે વરસાદથી રાવલ શાહી અને મચ્છુન્દ્રી નદીમાં પુર આવ્યું હતું સિઝનનું પ્રથમ પુર આવતા લોકો પાણી જોવા ઉમટ્યા હતા અને અવિરત વરસાદથી ગીર ગઢડા ઉના દીવ ના લોકો માટે જીવાદોરી સમાન રાવલ ડેમમાં નવા નીરની આવક થઇ હતી
અહેવાલ રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

Previous articleપાલિતાણાની જાળીયા અમરાજી કેન્દ્રવર્તી શાળાની સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ
Next articleSBI ના નિવૃત બ્રાન્ચ મેનેજર સાથે ૨.૦૯ લાખની ઓનલાઈન ઠગાઈ