SBI ના નિવૃત બ્રાન્ચ મેનેજર સાથે ૨.૦૯ લાખની ઓનલાઈન ઠગાઈ

12

ક્રેડિટ કાર્ડ કંપનીમાંથી બોલું છું, કહી વીમો, મેડીક્લેમ અને હોલી-ડે પેકેજ આપવાની ફોન પર વાતોમાં વ્યસ્ત રાખી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડમાંથી ઓનલાઈન નાણા ઉપાડી ગયા ની ભરતનગર પો.સ્ટે.મા થયેલી ફરિયાદથી ચકચાર
હવે લોકોના નાણાં બેંકમાં પણ સલામત નથી તેવું સાયબર ક્રાઇમમાં થઈ રહેલા વધારાથી લોકોમાં ચર્ચાઇ રહ્યુ છે તાજેતરમાં જ એક નિવૃત્ત બેંક મેનેજરના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડમાંથી રૂપિયા બે લાખ નવ હજાર ઉપરાંતની રકમની ઓનલાઈન ઠગાઈ થઈ હોવાની શહેરના ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે જો બેંક મેનેજર કક્ષાના વ્યક્તિના બેંક ખાતામાંથી પણ ઓનલાઈન ઠગાઈ થઈ શકતી હોય તો સામાન્ય માણસને તો શું સમજવું. ભાવનગર શહેરના શ્રીનાથજી નગર પ્લોટ નંબર ૧૧૨ ભરતનગર ખાતે રહેતા એસબીઆઇ ટ્રેઝરી બ્રાન્ચના નિવૃત્ત બ્રાન્ચ મેનેજર દિલીપભાઈ વ્રજલાલ રાજ્યગુરુ ઉ.વ. ૬૩એ ભરતનગર પોલીસ મથકમાં પોતાના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડમાંથી એકજ દિવસમાં એક કલાકના ટૂંકા ગાળામાં ચારથી પાંચ વખત રૂપિયા બે લાખ ૯ હજારથી વધુની રકમ ઓનલાઈન ઉપડી ગઈ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે નિવૃત બેન્ક મેનેજર દિલીપભાઈ રાજ્યગુરુએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યા મુજબ તેઓ નિવૃત્ત થયા બાદ પેન્શનની રકમ જમા કરાવવા માટે જહ્વૈમાં ખાતું ખોલાવેલ તેની સાથે તેઓને ડેબિટ કાર્ડ મળેલ ત્યારબાદ ક્રેડિટ કાર્ડ કંપનીમાંથી ફોન આવ્યો અને ફ્રીમાં ક્રેડિટ કાર્ડની ઓફર કરતા તેમણે સ્વીકારેલ જે એક અઠવાડિયામાં તેમના ઘરે આવી ગયેલ જે પ્રાઇમ ક્રેડિટ કાર્ડ આવેલું હતું આ પછી આઠેક મહિના બાદ એસબીઆઇ દ્વારા બીપીસીએલ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવેલ આ તમામ કાર્ડનો તેવો ઉપયોગ કરતા હતા દરમિયાન ૨૮મીના રોજ સાંજના સમયે તેમને ટોલ ફ્રી નંબર ૧૮૦૬૦ ૧૮૦૧૨૯૦ પરથી ફોન આવેલ અને કહેલ કે હું ક્રેડિટ કાર્ડ કંપની તરફથી આશુતોષ કશ્યપ બોલુછુ અને તમને ક્રેડિટ કાર્ડ કંપની તરફથી વિમાની તથા મેડીક્લેમ અને હોલીડે પેકેજની સુવિધા આપવામાં આવે છે આથી દિલીપભાઈ પોતાને આ સુવિધા ન જોઈતી હોય તેમ કહી ફોન કાપી નાખેલ. થોડીવાર પછી જાગૃતિ નામની મહિલાનો ફોન આવેલ અને તેમણે કહેલ કે હું ક્રેડિટ કાર્ડ કંપનીમાંથી બોલું છું અને હમણાં તમને ફોન આવે તે ઉપાડજો તેમ કહી ફોન કાપી નાખેલ ત્યારબાદ ફરી ફોન આવ્યો અને આશુતોષ કશ્યપ અને અન્ય એક વ્યક્તિ કોન્ફરન્સમાં હતા અને વીમો તથા મેડીક્લેમ અને હોલીડે પેકેજની વાતો કરેલ આથી ફરીથી પોતે તેઓને સુવિધા ન જોઈતી હોય તેમ કહી ફોન કાપી નાખેલ બાદમાં સાંજના તેઓ પોતાના ઘરે ગયા ત્યાં અજય નામના વ્યક્તિનો ફોન આવેલ અને કહેલ કે તમારા ક્રેડિટ કાર્ડ ખાતામાંથી ?૧,૮૯ ૪૫૪ ઉપડી ગયા છે આથી તેમણે ફોન કાપી ઓનલાઇન મોબાઇલ એપ્લિકેશનમાં તપાસ કરતા તેમના ખાતામાંથી સાંજના ૪ઃ૩૦ થી ૫ઃ૩૦ દરમ્યાન ચાર વખત ટ્રાન્જેક્શન થઈ ?૧,૭૨,૨૮૪ ઉપડી ગયેલ આ ઉપરાંત બીપીસીએલ ક્રેડિટ કાર્ડમાંથી પણ રૂપિયા ૧૭,૧૭૦ ઉપડી ગયેલ આ ઉપરાંત પોતાના એસબીઆઇ ડેબિટ કાર્ડમાંથી પણ રૂપિયા ૨૦,૦૦૦ ઉપડી ગયેલ આમ બેક ક્રેડિટ કાર્ડ અને એક ડેબિટ કાર્ડમાંથી એક કલાકના સમયગાળા દરમિયાન અલગ અલગ ટ્રાન્જેક્શન મારફત ?૨,૦૯,૪૫૪ની ઓનલાઈન ઠગાઈ થયાનુ જણાતા તેઓએ ભરતનગર પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવતા મોબાઈલ નંબર ધારક વિરોધ પોલીસે આઈપીસી ૧૧૪, ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Previous articleગીર જંગલ વિસ્તારમાં અનરાધાર વરસાદથી રાવલ શાહી મચ્છુન્દ્રી નદીઓ બે કાંઠે વહેવા લાગી
Next articleકાળીયાબીડ અને ગામતળમાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવા કોર્પોરેશને તલવાર તાણી