કન્યા કેળવણી પ્રવેશોત્સવ અભિયાનનું અંતિમ ચરણ -ત્રીજો દિવસ છે. ત્રણ ત્રણ દિવસથી કચેરી, ફાઇલ, ઠરાવ, હુકમો, રુ.ચ.ક.એટલે કે રૂબરું ચર્ચા કરશો તેવી સૂચનાથી જોજનો દૂર છું. સચિવાલયની આગવી મજા છે. એક મહિલા કર્મચારીની સહી આવી હતી.’ કુતરું’ આપણને એમ થાય કે સચિવાલયમાં કૂતરા નોકરી કરે છે??( જો કે અમુક બેપગાનો સ્વભાવ સમાન પ્રકારનો હોય છે, વફાદારી બાદ કરતા!) એ બેનનું પૂરું નામ કુમારી તરૂલતા રૂપલાલ હતું.( સ્મૃતિભ્રંશ હોય તો માફ કરશો! જાવ માફ કર્યા .) એક ભાઇ આ રીતે ‘સમોસા’ આખું નામ સમીર મોહનલાલ શાહ. બોલો સમોસા આરોગવા છે?? ચુનડી કે ચૂંદડી એમ બોલીએ એટલે મહિલાઓને ઓઢવાની રંગબેરંગી ઓઢણી યાદ આવે. ચૂંદડી ઓઢી તારા નામની. સજ્જનો ,આપણે ચુનડી ગામની વાત આલેખવાની છે. આ ગામના ઘણા યુવાનો બીએસએફ, એસઆરપી વગેરેમાં પસંદ થઇને ગામનું નામ રોશન કરે છે. ગામમાં દરબારોની વસ્તીનું બાહુલ્ય છે. અલબત, એક દરબાર હોય તો પણ ગામમાં તેનું પ્રભુત્વ હોય છે, એ વાત અલગ છે. અહીં એક વિરોધાભાસ જોવા મળ્યો. જેટલી સ્વચ્છ શાળા છે એટલી કે તેના કરતાં વધુ ગામમાં ગંદકી છે. પ્રવેશોત્સવ માટે પ્રાથમિક શાળામાં દ્વારે ગામની ગંદકી વીંધીને જવું પડે. ચોમાસામાં શું દશા- દુર્દશા થતી હશે તેની કલ્પનામાત્રથી કમકમાટી છૂટી જાય છે. !!
ચુનડી ગામની દીકરી કૃપાલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં લગભગ ૮૦% માર્ક લાવી ઉત્તીર્ણ થઇ છે. આવી વિદુષી ગાર્ગીને સન્માનિત કરતા હું ખુદ સન્માનિત થવાની ભાવના અનુભવું છું. દીકરીને ઉજ્જવલ અને તેનાથી વધુ પ્રોજવલ ભવિષ્ય માટે શુભકામનાઓ આપું છું.!!
આ ગામે આનંદની એક વાત છે કે આ ગામમાં ૧૯૯૪ થી ૨૦૦૦ દરમિયાન શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર અને ૨૪ નંબરની શાળા, ભૂજમાંથી તાજેતરમાં નિવૃત થયેલા શ્રીપરેશઆઇ ગુજરાતી ગામનું ઋુણ ઉતારવા માટે પ્રવેશપાત્ર બાળકોને પદરના ખર્ચે શૈક્ષણિક કીટ આપવા ઉપસ્થિત રહેલા!!
શ્રી પરેશભાઇએ વનમેન આર્મીની માફક કેળવણીનું વાતાવરણ સર્જવા આકરો પરિશ્રમ કરેલ હતો. ચુનડી ગામમાં પાપડ વણવાનો ગૃહઉધોગ ધમધમાટ ચાલે છે. ગૃહિણીઓ પાપડનો લોટ રાવર ગામેથી લઇ આવે અને પાપડ વણીને રાવર આપી આવે. રાવર ગામે દેશની શાન સમાન લિજ્જત પાપડનું કલેકશન સેન્ટર છે. પાપડ વણવાની કામગીરીમાં છોકરીઓ મદદરૂપ થાય એટલે વાલીઓ છોકરીઓને શાળાએ મોકલે નહી. પરેશભાઇએ આઇડિયા કર્યો. દરેક વાલીને સંપર્ક કરી શાળાના સમય નહીં પણ છોકરીના સાનુકૂળ સમયે કમ સે કમ અડધો કલાક કલાક છોકરીઓને શાળાએ મોકલવા વાલીઓને અપીલ કરી. અંગ્રેજોમાં કહેવત છે કે ુીઙ્મઙ્મ હ્વીખ્તૈહહૈહખ્ત ૈજ રટ્ઠઙ્મક ર્ઙ્ઘહી! એટલે કે સારી શરૂઆત એ અર્ધી સફળતા છે. છોકરીઓ શાળાએ આવતી થઇ અને કુમ્ભકારના ચાકડે માટીના લોંદામાંથી સરસ મજાની શિરોહી, કૂંજો, ઘડો બને તેમ છોકરીઓ કેળવણીમાં અવ્વલ થતી ગઇ!!ગામજનો તેની કામગીરીથી અભિભૂત થયા. સામે પક્ષે પરેશભાઇને હદયમાં વાલ્વની તકલીફ થઇ તો ગામજનો પરેશભાઇને પડખે ઉભા રહ્યા એને મુંબઇ ખાતેની સારવારનો ખર્ચ ઉપાડી લીધો. પરિણામે પરેશભાઇ પુનઃ સ્વસ્થ થયા!! ચુનડી ગામે સરપંચશ્રી, પદાધિકારીઓ, આચાર્ય શ્રી મુકેશભાઈ શિક્ષકો, ભૂતપૂર્વ શિક્ષક પરેશભાઇ,બીઆરસી ભરતભાઇ પટોડિયા, સીઆરસી નંદાસણિયા એન્ડ માય સેલ્ફ દ્વારા આંગણવાડી અને પ્રથમ ધોરણમાં પ્રવેશ અપાવ્યો. શાળામાં મહતમ હાજરી આપનાર છાત્ર-છાત્રાઓ અને તેજસ્વી છાત્ર-છાત્રાઓને ઇનામ અપાયા. સરસ વસ્ત્રાલંકારોથી સજજધજજ બાળાઓએ સુંદર અને ભાવવાહી સ્વાગત ગીત રજૂ કર્યો!! હે ભરત! આનાથી સવિશેષ સાત્વિક આનંદ કયો હોઇ શકે??