ભાવનગરના હેરીટેજ સમા જશોનાથ મહાદેવ મંદિરનો કેટલોક ભાગ વરસાદમાં તુટી પડ્યો

23

શહેરમાં વરસાદને લઈ રાજાશાહી વખતના જશોનાથ મહાદેવ મંદિરનો એક ભાગ ધરાશાયી થયો હતો. ખૂબ જ પૌરાણિક અને રાજાશાહી વખતના મંદિરનો એક ભાગ ધડાકાભેર નીચે પડ્યો હતો. શ્રાવણ માસ અને મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. આગામી દિવસોમાં શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે ભાવનગર શહેરના રાજાશાહી વખતના મંદિરનો એક ભાગ ભારે વરસાદને લઈને તૂટી પડતા ચિંતા વધી છે. કાટમાળ તુટીને નીચે પડ્યો ત્યારે સદનસીબે કોઈને ઇજા કે જાનહાનિ થઈ નથી. હેરિટેજ બિલ્ડીંગ સમા ગણાતા જશોનાથ મહાદેવ મંદિરનો ભાગ તૂટી પડવાથી અને જાળવણીમાં સરકારી તંત્ર ઉણુ ઉતરતા ભક્તજનોમાં નિરાશા વ્યાપી છે.

Previous articleબે વિધાર્થીઓના “ફીટ ઇન્ડિયા અને નશાબંધી નિવારણ ” વિષયો પરના પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા
Next articleડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા માધુરી જજ કરશે