રાંચી, તા.૪
ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન અને ઝારખંડનો સોથી મોટો ટેક્સ પેયર મહેન્દ્રસિંહ ધોની હાલના દિવસોમાં પોતાના ઘૂંટણના દર્દથી થોડો પરેશાન છે. આવામાં તમને હશે કે ધોની દેશ કે વિદેશની કોઇ મોંઘી હોસ્પિટલમાં પોતાની ઘૂંટણની સારવાર કરાવી રહ્યો હશે. જોકે આવું નથી. ધોની પોતાના ઘૂંટણની સારવાર જંગલમાં એક સ્થાનીક વૈધ પાસે કરાવી રહ્યો છે. એમએસ ધોની રાંચીની નજીક આવેલા સુદુર ગામમાં ઝાડની નીચે બેસીને વૈધ પાસે સારવાર કરાવી રહ્યો છે. આ વિશે વૈધ બંધન સિંહ ખરવારે કહ્યું કે જ્યારે ધોની તેની પાસે સારવાર કરાવવા પહોંચ્યો તો તેને પણ એ જાણકારી ન હતી કે તેની સામે ધોની છે. ટીવી પર જોવામાં અને રૂબરૂ જોવામાં ઘણો ફેર છે. જંગલી જડીબુડ્ડીઓની મદદથી પારંપરિક રીતે સારવાર કરતા વૈધ બંધન સિંહ ખરવારે જણાવ્યું કે તે દરેક દર્દીની જેમ ધોની પાસે પણ દવાની ફી તરીકે ૪૦ રૂપિયાનો ચાર્જ લે છે.