ઓર્બીટ રીડર – 20એ નેત્રહીન વ્યક્તિ માટે આંખો અને હાથ છે

26

ઓર્બીટ રીડર – 20 એક બ્રેઇલ ડીવાઈસ છે. જે કોઈપણ લીપીને બ્રેઇલથી સામાન્ય લીપીમાં અથવા સામાન્ય લીપીને બ્રેઇલમાં કન્વર્ટ કરી શકે છે. એના લીધે નેત્રહીન વ્યક્તિઓને લખાણ કરી શકે છે વાંચી શકે છે આ માટે આ રીડર નેત્રહીન વ્યક્તિ માટે આંખ અને હાથનું કામ કરે છે, ઓર્બીટ રીડર – 20ની બજાર કિંમત રૂ.37 હજારથી પણ વધુ છે. ઓર્બીટ રીડર-20ને તમે યુ.એસ.બી કેબલ કે બ્લ્યુટુથની મદદથી કોમ્પ્યુટર અને મોબાઈલ દ્વારા જોડી લખાણનું આદાનપ્રદાન કરી શકાય છે. ઓર્બીટ રીડર 20 વિન્ડોઝ, મેક ઓ.એસ, અને આઈ.ઓ.એસ અને એન્ડ્રોઈડને સપોર્ટ કરે છે. એટલે કે મોબાઈલ કે લેપટોપમાં પડેલ કોઈપણ લખાણને વાંચી શકાય છે. આ ઓર્બીટ રીડર-20 એક મીની કમ્પ્યુટર જેવું કામ આપે છે. જેનાથી તમે કોઈ મેસેજ કે ઈ-મેઈલ અથવા લખાણ ને વાંચી કે સેન્ડ કરી શકાય છે, એસ.ડી.કાર્ડમાં સ્ટોર કરી પુસ્તકો વાંચી શકો છો. અંધજનોની અનોખી દૃષ્ટિ કહી શકાય એવા ઓર્બીટ રીડર-20નું વિનામૂલ્યે વિતરણ કરનાર દેશની આ પ્રથમ સંસ્થા છે. રાજ્યભરમાંથી પસંદ કરવામાં આવેલ 15 નેત્રહીનોને ઓર્બીટ રીડર-20 નાં ઉપયોગ અને સઘન તાલીમ આપવામાં આવી હતી. આ પ્રકારનાં સાધનનો ઉપયોગ કરી નેત્રહીન વ્યક્તિ વહીવટી ક્ષેત્રે પોતાનું યોગદાન આપી શકે છે. કંપનીઓ અને સરકારી ઓફિસોમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવી શકે છે. શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાનાં સંયુક્ત ઉપક્રમે રાજ્યભર માંથી બ્રેઇલ લીપીનાં કૌશલ્યની ચકાસણી કરી યોગ્યતા ધરાવતા 15 નેત્રહીન ભાઈ-બહેનોને ઉચ્ચ શિક્ષણ મેળવવા ઓર્બીટ રીડર 20 અલંગ ઓટો એન્ડ એન્જી.જન.કં.પ્રા.લીનાં આર્થિક સહયોગથી વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાનાં જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે, નેત્રહીન વ્યક્તિઓને ઓર્બીટ રીડર-20 એ આપ્યા છે એમના જીવનમાં પરિવર્તન આવશે, નોર્મલ વ્યક્તિની જેમ લખાણ કરી શકશે, તેમજ કોમ્પ્યુટર પર જે લખાણ છે તે વાંચી શકશે, આ સાધનની મદદથી ઈન્ટરનેટ ઉપરથી પુસ્તકો ડાઉનલોડ કરી વાંચી શકશે, આ નેત્રહીન વ્યક્તિઓને જીવનમાં પરિવર્તન લાવવા માટે આજના ટેકનોલોજી યુગનો ઉપયોગ મહત્વ ખૂબ જ વધી ગયું છે નેત્રહીન વ્યક્તિઓ પોતાનું રોજિંદુ કામ સરળતાથી કરી શકે છે,

Previous articleમેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પાંચમા દિવસે વિરોધ પ્રદર્શન
Next articleમેઘરાજા ગુરૂવારે ભાવનગરને ધમરોળે તેવી સંભાવના, દ્ગડ્ઢઇહ્લની ટીમ આવી પહોંચી