મેઘરાજા ગુરૂવારે ભાવનગરને ધમરોળે તેવી સંભાવના, દ્ગડ્ઢઇહ્લની ટીમ આવી પહોંચી

25

૩૦થી ૪૦ કિ.મી.ના પવન સાથે ભારે કે અતિભારે વરસાદ પડે તેવું અનુમાન
ચોમાસાની સીઝન ધીમે ધીમે જામી છે ત્યારે આજથી લઈને બે દિવસ સુધી ભાવનગર શહેર અને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે જેના પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આગોતરી તૈયારી રૂપે કામગીરી હાથ ધરી દેવાઇ છે. જોકે, માત્ર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે વાવાઝોડાની સંભાવના હાલ દેખાતી નથી.
ભાવનગરમાં ગુરુવારે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે જેના ભાગરૂપે તંત્ર હાલ સતર્ક થઇ ગયું છે અને અતિ ભારે વરસાદની સ્થિતિમાં બચાવ અને રાહતકાર્ય માટે આગોતરું આયોજન હાથ ધર્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારી કનુભાઈ ગોહિલે જણાવ્યું કે, એનડીઆરએફની એક ટુકડી વડોદરાથી ભાવનગર આવી પહોંચી છે.
કોઈપણ સમયે કોઈ અનિચ્છનીય બનાવ બને કે કોઈ વ્યક્તિ તણાય કે પૂર આવે ત્યારે બચાવ કામગીરી માટે તૈયાર રહે તે માટે એનડીઆરએફની ટીમ ભાવનગર આવી પહોંચી છે ટીમના ૨૫ સભ્યો લાઈફ જેકેટ, બોટ સહિત સાધનોથી સજ્જ રહેશે અને ભાવનગર શહેર તથા જિલ્લામાં જ્યાં પણ જરૂર પડે ત્યાં બચાવ કામગીરી તુરંત જ હાથ ધરશે. હાલ માજીરાજ ગેસ્ટ હાઉસ ખાતે તેને સ્ટેન્ડબાય રખાઇ છે આગળની સ્થિતિ અને સંજોગ મુજબ તેમને જે-તે સ્થાન પર રવાના કરવામાં આવશે.

Previous articleઓર્બીટ રીડર – 20એ નેત્રહીન વ્યક્તિ માટે આંખો અને હાથ છે
Next articleકુંભારવાડા મીલની ચાલીમાં દબાણો પર બુલડોઝર ફેરવાયું બે માળના બાંધકામ કરી ભાડે આપી દેવાયા હતા !