સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ૭૯ મી વાર્ષિક સામાન્ય સભા તા.૨૯નાં રોજ યોજાયેલ

16

ભાવનગર, તા.૬
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ૭૯ મી વાર્ષિક સામાન્ય સભા આગામી તાજેતરમાં ઇસ્કોન ક્લબ એન્ડ રિસોર્ટ, ભાવનગર ખાતે રાજ્યના માનનીય શિક્ષણમંત્રી એવમ ભાવનગર-પશ્ચિમનાં ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીની સવિશેષ ઉપસ્થિતિમાં, અને હ્લૈંઝ્રઝ્રૈં ગુજરાતના ચેરપર્સન અને અગ્રગણ્ય ઉદ્યોગ સાહ્‌સીકા શ્રીમતી ગીતાબેન ગોરડીયાના મુખ્ય મહેમાનપદે તથા અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને સ્પીનર્સ એસોસિએશન- ગુજરાતનાં ચેરમેન ડો. ભરતભાઈ બોઘરાનાં અતિથી વિશેષપદે યોજવામાં આવેલ. વાર્ષિક સામાન્ય સભા પહેલા સત્રમાં વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન થયેલ કાર્યવાહીનો અહેવાલ તથા હિસાબો અંગે સભ્યોને જાણકારી આપવામાં આવેલ. હિસાબોની મંજુરી તથા વર્ષ ૨૦૨૨-૨૩ માટે ઓડીટરની નિમણુક કરવાના ઠરાવો સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ. આ વાર્ષિક સામાન્ય સભાના બીજા સત્રમાં સૌરાષ્ટ્ર ચેમ્બરના પ્રમુખશ્રી કિરીટભાઈ સોનીએ તેમના મનનીય અને લાગણીસભર વક્તવ્યમાં જણાવેલ કે ૨ વર્ષની તેમની આ કામગીરીમાં ચેમ્બરના પુર્વપ્રમુખશ્રીઓ, હોદ્દેદારો, ચેમ્બરના સભ્યો, અધિકારીઓ- પદાધીકારીઓ, મીડીયાના પ્રતિનિધિઓ વગેરેનો ખુબજ સહયોગ મળેલ છે તેના કારણે ચેમ્બરની એક નવીજ ઓળખ ઉભી કરી શક્યા છીએ તેનું મને ગૌરવ છે. ખાસ કરીને લોકડાઉન સમયગાળા દરમિયાન સૌના સાથ અને સહકારથી પડકારજનક કામગીરી સફળતાપૂર્વક પાર પડેલ છે. આ ઉપરાંત દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રીનાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ભાવનગર ખાતે કન્ટેનર મેન્યુફેક્ચરિંગ હબ અને ઝ્રદ્ગય્ ટર્મિનલની સ્થાપના માટેની કામગીરી ગતિમાં છે જે બંને પ્રોજેક્ટના અમલીકરણ બાદ ભાવનગરનાં સર્વાંગી વિકાસ અને કનેક્ટિવિટીમાં વધારો થશે. ઉદ્યોગોને સ્કીલ મેનપાવર સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે જુદી જુદી સંસ્થાઓ સાથે સ્ર્.ં.ેં. કરવામાં આવેલ છે. તેમના કાર્યકાળ દરમિયાન સહકાર આપનાર સર્વે પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ. આ પ્રસંગે નવ નિયુક્ત પ્રમુખશ્રી દિલીપભાઈ કમાણી અને ઉપ પ્રમુખશ્રી પ્રકાશભાઈ ગોરસિયાને પીન પહેરાવી પદગ્રહણ કરાવવામાં આવેલ.આ પ્રસંગે વક્તવ્ય આપતાં નવ નિયુક્ત પ્રમુખશ્રી દિલીપભાઈ કમાણી જણાવેલ કે ચેમ્બર માત્ર વેપાર- ઉદ્યોગ માટે કામ કરતી સંસ્થા નથી પરંતુ શહેર અને જીલ્લાની આર્થિક ઉન્નતિ માટે પણ કાર્ય કરવું જોઈએ તેવી મહાજનની આ વિશાળ વ્યાખ્યા સાથે મારે કામગીરી કરવી છે. ભાવનગરમાં નવા ઉદ્યોગો સ્થપાય, માઈગ્રેશન અટકે અને રેલ, રોડ, એર અને સી કનેક્ટિવિટી વધે તે માટે સૌ સંગઠિત થઇ પ્રયત્ન કરીશું તો ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થશે. સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ, સુમીટોમો કેમિકલ્સ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી આપવામાં આવતો સર પ્રભાશંકર પટ્ટણી એક્સલ એવોર્ડ ઓફ એકસેલન્સ વર્ષ ૨૦૨૧-૨૨ માટે પસંદ કરેલ વિષય રોલ ઓફ ઇન્ડસ્ટ્રી ઇન ડેવલોપમેન્ટ ઓફ ભાવનગર અંતર્ગત પસંદ થયેલ ઔદ્યોગિક એકમો મે. મધુ સિલિકા પ્રા.લી. અને એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ને એનાયત કરવામાં આવેલ. જયારે ભાવનગરના સર્વાંગી વિકાસમાં યોગદાન આપનાર શીપ રીસાઈકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન (ઇન્ડિયા)ને તેમની ઉમદા કામગીરી બદલ સર્ટીફીકેટ ઓફ એપ્રિસિએશન એનાયત કરવામાં આવેલ. આ એવોર્ડ અંગે વિસ્તૃત વિગત આપતા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સુનીલભાઈ વડોદરિયાએ પ્રતિ વર્ષ વિવિધ વિષય પસંદ કરી આપવામાં આવતા એવોર્ડની વિગત આપતા જણાવેલ કે આ એવોર્ડ રોકડ રકમ રૂ. ૧૧,૦૦૦/- અને પ્રશસ્તીપત્રનાં સ્વરૂપમાં આપવામાં આવેલ છે તેમ જણાવેલ. આ પ્રસંગે મધુ સીલીકાના મેનેજીંગ ડાઈરેક્ટરશ્રી દર્શકભાઈ શાહ તરફથી રૂપિયા૧ લાખ તથા શીપ રીસાઈકલિંગ ઇન્ડસ્ટ્રીઝ તરફથી રૂપિયા૧ લાખ ચેમ્બરને ભેટ સ્વરૂપે આપવામાં આવેલ તે બદલ ચેમ્બરવતી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ. આ પ્રસંગે ખાસ આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ રાજ્યના માનનીય શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવેલ કે રાજ્ય સરકારની ઉધોગોને અનુરૂપ પોલીસીઓના કારણે રાજ્યમાં ચો તરફ ઉધોગો વિકાસ પામી રહ્યા છે અને તેના પરિણામે ગુજરાત દેશનું ઔદ્યોગિક હબ બન્યું છે. કાર્યક્રમના મુખ્ય મહેમાન હ્લૈંઝ્રઝ્રૈં ગુજરાત સ્ટેટ કાઉન્સીલના હેડ અને અગ્રગણ્ય ઉદ્યોગ સાહસીકા ગીતાબેન ગોરડીયાએ જણાવેલકે સ્જીસ્ઈ ઉદ્યોગોની સ્થાપના માટે ગુજરાત રાજ્યમાં ખુબજ સારી સ્કીમો છે તેનો લોકો એ વધારેમાં વધારે લાભ લેવો જોઈએ, પ્રધાનમંત્રીનાં ગતિ શક્તિ મોડલનાં કારણે જુદા જુદા સરકારી વિભાગોનું સંકલન સારું રહે છે તેના કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી ઝડપી બનેલ છે. તે બાબત પણ વિકાસને ગતિ આપનારી છે. ભારત સરકારની ડીફેન્સ પોલીસીના કારણે મેન્યુફેક્ચરિંગની તકો વિશે પણ તેમણે માહિતી આપેલ.
આ પ્રસંગે અતિથીવિશેષ તરીકે ઉપસ્થિત રહેલ અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને ગુજરાત સ્પીનર્સ એસોસિએશનનાં ચેરમેન ડો. ભરતભાઈ બોઘરાએ સૌરાષ્ટ્રમાં કપાસનું વાવેતર ખુબજ સારા પ્રમાણમાં થાય છે અને રાજ્ય સરકારની ટેક્ષટાઈલ પોલીસીના કારણે જીનીંગ- પ્રેર્સિંગ- સ્પીનીંગ ઉદ્યોગ ખુબજ વિકાસ પામ્યો છે અને હજુ પણ આ ઉદ્યોગના વિકાસ માટે સારી તકો હોવાનું તેઓએ જણાવેલ. આ પ્રસંગે મેયરશ્રી કીર્તીબાળા દાણીધારીયા, જીલ્લા કલેકટર અને ઇન્ચાર્જ મ્યુનીસિપલશ્રી યોગેશ નીર્ગુડે, ભાવનગર રેન્જના ૈંય્ઁશ્રી અશોકકુમાર યાદવએ પ્રાસંગિક પ્રવચનો કરેલ.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર ચેમ્બરનાં હાલમાં હયાત પ્રમુખો પૈકીના એક એવા વરિષ્ઠશ્રી રમેશભાઈ વી. શાહનું પ્રસસ્થીપત્ર એનાયત કરી અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.
પ્રારંભમાં ચેમ્બરના ઉપ પ્રમુખશ્રી તેજસભાઈ શેઠે ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કરેલ અને આભારવિધિ માનદમંત્રીશ્રી કેતનભાઈ મેહતાએ કરેલ. આ પ્રસંગે શહેર ભાજપનાં પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ધીરુભાઈ ધામેલીયા, ડેપ્યુટી મેયરશ્રી કુમારભાઈ શાહ, અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ, વિવિધ એસોસિએશનના હોદેદારો, ચેમ્બરના સભ્યો વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

Previous articleમહુવામાં મેઘરાજા ઓળઘોળ, ૨૪ કલાકમાં પોણા ત્રણ ઈચ
Next articleભાવનગરમાં આજે એક સાથે ૨૮ કોરોનાનો નવા કેસ નોંધાયા