રાજુલામાં હાર્દિક પટેલની જાહેરસભા ભાજપ સરકાર પર આકરા પ્રહારો

846

પીપાવાવ આંદોલનને સમર્થન આપવા પાસ કન્વીનર હાર્દિક પટેલની ઉપવાસ છાવણીની મુલાકાત બાદ માર્કેટ યાર્ડ પાસે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, જનચેતના પાર્ટી અધ્યક્ષ મનુભાઈ ચાવડા, પ્રવિણભાઈ બારૈયાની જંગી જાહેરસભા યોજાઈ હતી.

પીપાવાવ ગામથી ૩૧ ગામોમાં જીએચસીએલ કંપની તથા ભુમાફીયાઓએ ગેરકાયદે ૭૦૦૦ એકર જમીન શરત ભંગ કરી જીંગા ફાર્મ બનાવી ગરીબોની રોજીરોટી છીનવી તેમજ ગેરકાયદે જમીન હડપ કરી ગરીબો મજુરોને પાયમાલ કર્યાથી ચાલતું ઉપવાસ આંદોલનમાં તમામ જમીનોની લીઝ પણ પરી થઈ ગઈ છે તે જમીનની લીઝ રીન્યુઅલ ન કરી પરત જે-તે ગામોને આપી દેવા અને ગરીબો પેટનો ખાડો પુરવા ૭૦૦-૭૦૦ કિલોમીટર દર દર ભટકતાને રોકી સ્થાનિક રોજીરોટી મળે તે માટે ૧૮ દિવસથી બેસેલ આમરણાંત ઉપવાસ છાવણીમાં ૧ મહિલાનું મોત પણ થયું અને હજુ દરરોજ બે-ત્રણ વ્યક્તિ સ્ત્રી કે પુરૂષને હોસ્પિટલ ભેગા કરવા પડે છે. આ બાબતે પાસ કન્વીનર હાર્દિક પટેલ પીપાવાવ આંદોલનકારીઓને સમર્થન આપવા ગઈકાલે આવી પ્રથમ ઉપવાસ છાવણીની મુલાકાત લીધેલ. ત્યારબાદ માર્કેટ યાર્ડ પાસે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, જાફરાબાદના સમાજીક કાર્યકર પ્રવિણભાઈ બારૈયા તેમજ ખેડૂત આગેવાન દિલીપભાઈ સોજીત્રા સહિત આગેવાનો પીપાવાવ આંદોલનને મજબુત બનાવવા સુરતથી કોળી સમાજ અગ્રણી અશોકભાઈ આંદોલનને સમર્થન આપી ભાજપના નેતાઓ અને ભાજપની રાજ્ય સરકારથી કેન્દ્ર સરકાર સુધી ચાબખા માર્યા. જે હાલની કોળી સમાજ પરિસ્થિતિ જોતા કોળી સમાજને બે ભાગલા પડાવવા હાર્દિક પટેલને બોલાવાયો તેવી કોળી સમાજમાં ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં માંધાતા ગ્રુપ પ્રમુખ રાજકોટના ભારતીબેને જાહેરમાં હાર્દિક પટેલનો વિરોધ કરતો ઓડીયો વાયરલ થતા હોબાળો મચી ગયો છે. પીપાવાવની જમીન કોળી સમાજની દબાણકર્તા અને દુઃખી થતા મજુરો પણ કોળી સમાજના તો હાર્દિક પટેલનું શું કામ કરે છે. હા સ્થાનિક કે બહારથી આવેલ આપણા કોળી સમાજના આગેવાનો ધારાસભ્યો બેધડક આવીશ કે અને તે યોગ્ય છે તેમજ સ્થાનિક ધારાસભ્ય પણ આંદોલનમાં સાથ સહકાર આપી શકે છે પણ હાર્દિક પટેલ માત્ર રાજકિય સ્ટંટ કરી આપણા બહુસંખ્યક કોળી સમાજના બે ભાગ કરવા સિવાય રાજુલામાં આવવાનું કોઈ કારણ નથી. કોળી સમાજના આ આંદોલનમાં કોળી સમાજ સરકાર પાસેથી ન્યાય અપાવવા આગળ આવે તેવો ઓડીયો વાયરલ થતા આંદોલનકારીઓ અને બહુમત કોળી સમાજમાં ખળભળાટ મચી ગયો છે.

Previous articleગુજરાતના ૧૦૫૨ ચોરસ કિ.મી.માં ૭૮ કેમેરા લગાવ્યા છતાં એક પણ વાઘ દેખાયો નહીં
Next articleરાજુલામાં લાખણોત્રા પરિવાર દ્વારા ભાગવત કથાનો પ્રારંભ