રાજુલાના બાલક્રિષ્ના વિદ્યાલયના વિશાળ પટાંગણમાં સ્વ.ભગવાનભાઈ બાલાભાઈ લાખણોત્રા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન તા.ર૬-પ થી તા.૧-૬ સુધી અધિક માસનો સર્વધર્મ જનતાને પ્રખર ભાગવતાચાર્ય રણછોડભાઈ આચાર્ય ભડવેલ વાવ થરાદ ઉ.ગુજરાત દ્વારા સાત દિવસ સુધી કથા રસપાન કરાવશે તેમજ આ મહાતિર્થ સમા પ્રસંગે અનેક સંતો-મહંતોની પધરામણી થશે. જેમાં વૃંદાવન બાગ રામપરાથી રાજેન્દ્રદાસબાપુ (ધનસુખનાથ બાપુ ઠવીવીરડી મહંત મનજીભાઈ બગદાણા આશ્રમ, ગોવિંદબાપુ સત્તાધાર રામેશ્વર મહંત, ઉર્જામૈયા સનાતન સન્યાસ આશ્રમ બારપટોળી, શેષનારાયણ બાપુ હોડાવાળી ખોડીયાર મહંત, દાનેવ ધામ ચલ્લા મહંત વલ્કુબાપુ સહિત અનેક સંતો-મહંતો પધારશે તેમજ આજે તા.ર૬ રાત્રે દાંડીયારાસ ગરબાનો કાર્યક્રમ તેમજ તા.ર૭-પના રોજ ભજન આરાધક શૈલેષબાપુ અને લોકસાહિત્યકાર રાજભા ગઢવી તેમજ તા.૩૧-પ-ર૦૧૮ના રાત્રે બિરજુ બારોટ સંતવાણી આરાધક અને લોકસાહિત્યકાર માયાભાઈ આહિરનો સંતવાણી કાર્યક્રમ યોજાશે તેમજ લાખણોત્રા પરિવારના પરીયાદેવની વાજતે-ગાજતે પધરામણી કરી બારોટના ચોપડે લાખણોત્રા પરિવારના નામ કરણવિધિ તા.ર-૬ના રોજ સવારે ૮ કલાકે યોજાશે. જે આ લાખણોત્રા પરિવારના આંગણે ડબલ ભાગવત બારોટ દેવના ચોપડો (પરીયો) પણ ભાગવત સ્વરૂપ આદિકાળથી રૂષિમુનીઓ દ્વારા બંધારણ અને માન્યતા આજથી સરકારે ૧૯પ૧માં સુપ્રીમ કોર્ટે માન્ય પણ કરેલ છે. જેની પરંપરા હિન્દુ સંસ્કૃતિના રખેવાળ બારોટ સમાજ સાચવીને જતન કરે છે.