શંકર-પાર્વતીનાં સિગારેટ પીતા ફોટાથી વિવાદ થયો

7

કાલી ડોક્યુમેન્ટ્રીની ડાયરેક્ટરની કલાકારોના ફોટાની આ ટિ્‌વટથી લીના વધુ લોકોના રોષનો ભોગ બની રહી છે
નવી દિલ્હી, તા.૭
’કાલી’ ડોક્યુમેન્ટ્રીના પોસ્ટર વિવાદ વચ્ચે તેની ડાયરેક્ટર લીના મણિમેકલઈએ વધુ એક ટિ્‌વટ કરી છે. આ ટિ્‌વટના કારણે લીના વધુ લોકોના રોષનો ભોગ બની રહી છે. ટિ્‌વટર પર પોસ્ટ કરેલા ફોટોમાં ભગવાન શંકર અને માતા પાર્વતીનો રોલ ભજવી રહેલા કલાકારો સિગારેટ પીતા જોવા મળે છે. આ ફોટો ટિ્‌વટ કરીને લીનાએ લખ્યું છે કે, ’ક્યાંક બીજે.’ આ કારણે અનેક લોકો તેની પોસ્ટ પર એન્ગ્રી રિએક્શન આપતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ લીના પર તેણી ફક્ત નફરત ફેલાવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. અન્ય એક યુઝરે લખ્યું હતું કે, તેણીએ ધર્મનું અપમાન કરવાનું બંધ કરવું જોઈએ. લીનાની આ ટિ્‌વટ પર અનેક રાજકીય નેતાઓ પણ રિએક્ટ કરી રહ્યા છે. ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ પણ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે લખ્યું હતું કે, આ રચનાત્મક અભિવ્યક્તિની વાત નથી, આ જાણીજોઈને ઉશ્કેરવાની વાત છે. હિંદુઓને અપશબ્દો કહેવા = ધર્મનિરપેક્ષતા? હિંદુઓની આસ્થાનું અપમાન = ઉદારવાદ?
શહજાદ પૂનાવાલાએ વધુમાં લખ્યું હતું કે, લીનાની હિંમત એટલા માટે વધી રહી છે કારણ કે, તેને ખબર છે કે લેફ્ટ પાર્ટીઓ, કોંગ્રેસ, ટીએમસી તેને સપોર્ટ કરી રહ્યા છે. ટીએમસીએ હજુ સુધી મહુઆ મોઈત્રા સામે કોઈ પગલા નથી ભર્યા. વર્તમાન વિવાદ પહેલા લીનાની ફિલ્મ ’કાલી’ના પોસ્ટર અંગે વિવાદ થયો હતો. તે પોસ્ટરમાં કાળકા માતાને સિગારેટ પીતા અને હાથમાં ન્ય્મ્‌ઊના ઝંડા સાથે દર્શાવવામાં આવ્યા હતા. લીના મદુરાઈની દક્ષિણે આવેલા મહારાજાપુરમ ગામની રહેવાસી છે. તેના પિતા કોલેજના લેક્ચરર હતા. તે ખેડૂત પરિવારમાં જન્મી હતી અને તેના ગામના રિવાજ પ્રમાણે પ્યુબર્ટીના અમુક વર્ષ બાદ છોકરીઓને તેમના મામા સાથે પરણાવી દેવામાં આવતી હતી. જ્યારે લીનાને ખબર પડી કે, ઘરના લોકો તેના લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે તે ચેન્નાઈ ભાગી ગઈ હતી. ત્યારબાદ તેણે એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો હતો. તેણે આઈટી સેક્ટરમાં પણ નોકરી કરી હતી. અનેક નોકરીઓ કર્યા બાદ તેણે ફિલ્મ બનાવવાના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું.

Previous articleબ્રિટિશPMની રેસમાં ૬ નામઃભારતીય મૂળના ઋષિ સુનક સૌથી આગળ
Next article૬૨ લાખની જૂની નોટો સાથે દિલ્હીમાં એકની ધરપકડ