ઢસા ગામે પી.જી.વી.સી.એલ ના ધાંધિયા થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.રીપેરીંગ ના બહાને કલાકો સુધી ભર ઉનાળે લોકોને બાનમાં રાખવાં માં આવે છે વિજળી ગુલ થઈ જવાની લોક ફરીયાદ ઉઠવા પામી છે આ અંગે ફરીયાદ માટેનો લેન્ડલાઇન ફોન પણ ઉચ્ચો મુકી દેવાતા લોકો મુશ્કેલી માં મુકાય જાય છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુવાત કરવામાં કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહું છે. ઢસા રેલ્વે બ્રોડગેજ લાઇન ચાલું થય એને હાલ ૧૭ વર્ષ વીતવા છતાં મહુવા ભાવનગર – મહુવા અમદાવાદ નવી ટ્રેન ચાલું કરવા રેલ્વે પ્રશાસન નિષ્ફળ રહું છે.
રેલવે પ્લેટ ફોર્મમા પ્રાથમિક સુવિધા પાણીનાં પરબ ,શૌચાલય ઉપર હમેશા તાળા જોવાં મળે છે. અવારનવાર રજુવાત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. ઢસા જંક્શન માં રેલ્વે સ્ટેશન રોડ પર બે વહાન ભેગાં થાય તો ટ્રાફિક જામ ના દ્રષ્યો જોવાં મળે છે. ઢસા માં બેફામ વાહન ચાલકો. અકસ્માત નુ જોખમ બજારમાં આડેધડ થતા વહાન પાર્કિંગ થી લોકો ત્રાહિમામ ઢસા માં મુખ્ય બજારો માં આડેધડ મુકવામાં આવતાં ટુ વ્હીલર્સ આમ જનતા માટે માથાનાં દુ.ખાવારૂપ તંત્ર દ્વારા ઝડપી પંગલા ભરવા જરુરી ઢસા મા આવેલ એસ.બી.આઈ બેંક મા પણ લોકો તોબા પોકારી જાય છે. દસ ના સિક્કા બાબતે નવા ખાત ખોલાવવા.ચેકબુક.કેવાયસી.અપડેઅ.પાસબુક.એટીએમ તો ખાલીખમ્મ જોવાં મળે છે. છેલ્લા ઘણાં સમયથી ઢસાગામ હાવઇ ઉપર નુ એટીએમ બંધ હાલતમાં જોવા મળે છે. જનતા વારમ વાર ફરીયાદ કરવામાં આવતા છતા કોય કાર્યવાહી હાથ ધરાઈ નથી સ્ટાફ દ્વારા પ્રજા સાથે ગેરવર્તન ના કિસ્સા માં પણ વધારો જોવા મળી રહો છે. લાખોના ખર્ચે બનાવેલ એસ.ટી બસ સ્ટેશન માં પણ આંગળી ના ટેરવે ગણાય તેટલી જ એસ.ટી બસ ચાલી રહી છે. ઢસા માં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ સાથે પણ એસ.ટી માથા ના દુખાવા સમાન છે. ઢસાગામ ઉપર હાઈવે રોડ આવેલ હોવાથી ટ્રાફિક જામ ના દ્રષ્યો જોવાં મળે છે ઢસા તથા ઢસાગામ ની આજુબાજુ મા આવેલાં ગામો માં હજુ લોકો હેરાનપરેશાન જોવાં મળે છે.