ભાવનગરમાં આજે એક સાથે ૩૦ કોરોનાનો નવા કેસ નોંધાયા

11

શહેરમાં ૧૨૫ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૨૨ દર્દી મળી કુલ ૧૪૭ એક્ટિવ કેસ પર પોહચી
ભાવનગર જિલ્લામાં કોરોનાના દિવસે ને દિવસે ૩૦ નવા કોરોના કેસ નોંધાયા હતા, શહેરમાં આજે ૨૬ નવા કેસ નોંધાયા હતા, જેમાં ૧૭ પુરુષ અને ૯ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ગ્રામ્યમાં આજે ૪ કેસ નોંધાયા હતા, જેમાં ૩ સ્ત્રી અને ૧ પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભાવનગર મહાપાલિકા વિસ્તારમાં ૮ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. શહેરમાં ૧૨૫ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૨૨ દર્દી મળી કુલ ૧૪૭ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૫૪૩ કેસ પૈકી હાલ ૧૪૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૬૧ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleગ્રામ પંચાયતોમાં ૧૦% અનામત રદ્દ કરી ભાજપે લોકશાહીનું હનન કર્યું : કોંગ્રેસનો આક્રોશ
Next articleતળાજા તાલુકાના ટાઢાવડ ગામના માનસિંહભાઈ ચૌહાણે સતત ૫૭ મી વખત રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડી