કનિષ્કા સોની હોલિવુડના પ્રોજેક્ટમાં કરશે કામ

14

મુંબઈ, તા.૮
દીયા ઔર બાતી હમ, પવિત્ર રિશ્તા, કુલ્ફી કુમાર બાજેવાલા અને દેવી આદિ પરાશક્તિ જેવા શોમાં જોવા મળેલી કનિષ્કા સોનીએ ટીવી ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે. ઈન્ડસ્ટ્રીમાં જ્યારે તેનું કરિયર પીક પર હતું ત્યારે જ આ નિર્ણય લેવા વિશે તેને કોઈ પસ્તાવો નથી. વાતચીત કરતાં તેણે કહ્યું હતું ’હોલિવુડમાં કરિયર બનાવવા માટે ટીવીમાં સફળ એક્ટિંગ કરિયર છોડવા માટે પસ્તાવો નથી. હું, ેંછઈમાં મોટી હોળી ઈવેન્ટ કરવા માટે ઉત્સાહિત છું અને ન્યૂયોર્કમાં આવતા પહેલા હું હંમેશાથી ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીમાં ભણવાનું સપનું જોતી હતી, કારણ કે મોટાભાગના બોલિવુડ એક્ટર્સના બાળકો અહીં આવે છે. હું હાલ દુનિયાના ટોચ પર હોવાનું અનુભવું છું. હોલિવુડમાં કામ કરવાની તક મળતાં એક્ટ્રેસ પોતાને ભાગ્યશાળી માને છે. તેણે કહ્યું હતું ’ટીવીમાં કામ કરવાના અનુભવ બાદ હોલિવુડમાં કરિયરની શરૂઆત કરવામાં થોડો સમય લાગશે પરંતુ મને ખુશી છે કે હું અડધા માર્ગ પર પહોંચી ગઈ છું અને અહીં કેનેડામાં એક પોપ્યુલર ડિરેક્ટર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી એક શોર્ટ ફિલ્મનો ભાગ બની ગઈ છું. પસંદગી તમારી છે અને પ્રોજેક્ટમાં કામ કરવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે. કનિષ્કા સોની, જે પ્રોફેશનથી સિંગર પણ છે, તે જાણીતા સિંગર્સ સાથે પર્ફોર્મ કરી ચૂકી છે. ’અહીં લાઈવ શો માટે પોસ્ટર્સ અને ટિકિટમાં હાર્ડી સંધુ જેવા જાણીતા સિંગર્સની સાથે મારી તસવીરો જોઈને ખુશી થાય છે’. અન્ય ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા કે પછી કોઈ અંગત કારણથી ટીવી છોડી દીધું હોય કેવી કનિષ્કા સોની પહેલી એક્ટ્રેસ નથી. આ વર્ષની શરૂઆતમાં પોપ્યુલર સીરિયલ ’અનુપમા’માં ’નંદિની’ના પાત્રમાં જોવા મળેલી અનઘા ભોસલેએ ટીવી ઈન્ડસ્ટ્રીને કાયમ માટે અલવિદા કહેવાનો નિર્ણય લીધો હતો. આ સાથે તેણે આધ્યાત્મિક માર્ગ અને શ્રીકૃષ્ણના ઉપદેશોને અનુસરવાનું નક્કી કર્યું હતું. તે હાલ ઈન્ડસ્ટ્રીની ઝાકમઝોળથી દૂર છે અને મંદિરમાં સેવા, ગૌ સેવા આપી રહી છે. આ સાથે તેણે વેસ્ટર્ન લૂક છોડીને સાદગી અપનાવી લીધી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અનઘા ભોસલે ઘણીવાર સાડી અને ડ્રેસમાં તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે.

Previous articleભાજપના જ સદસ્ય તેમના વિસ્તારના પ્રશ્નને લઈને જિલ્લા પંચાયતની સાધારણ સભામાં શાકભાજી લઈને ખેડૂતોની વેદના ઠાલવી
Next articleઈંગ્લેન્ડ સામેની મેચમાં ભારતનો ૫૦ રનથી વિજય, રોહિત શર્મા જીતથી ગદ્દગદ્દ થયો