મને સાંભળો તો ખરા !:- પ્રકાશ જાની(વચનામૃત : જીવન માર્ગદર્શક )

36

રવિવારનોદિવસ હતો. હિરેનભાઈઘરેથી બહાર નીકળતા જ હતા કે તેમના પંદર વર્ષીય પુત્ર તપનેપાછળથી બૂમ પાડી,“પપ્પા !”“શું છે?”હિરેનભાઈએપૂછ્યું.“મારે તમને એ વાત કરવાની હતી,”તપને કહ્યું. “હું એક અગત્યના કામ માટે બહાર જઈ રહ્યો છું,” હિરેનભાઈએ મોઢું ફેરવતાં કહ્યું. “પણ પપ્પા આજે તો રવિવાર છે, રજાનો દિવસ !” તપને કહ્યું.“જમવામાં ક્યારેયરજા હોય છે?તાવડી તેર વાના માંગે.આજે એક બિઝનસ ડીલ છે.મારે ઉતાવળ છે,માટે માથું ન ખાઈશ.રાત્રે મળશું,” પિતાએ થોડા રોષ સાથે કહ્યું.“પણ પપ્પા, તમે રાત્રે રોજ બાર વાગ્યા પછી ઘરે આવો છો.મારેસવારની સ્કૂલહોવાથી,વહેલો સૂઈ જાઉં છું,”તપને સ્પષ્ટતાકરી.“તો મમ્મીને કહી દેજે” હિરેનભાઈએ આગળ ચાલતાં અને વાત ટાળતાં કહ્યું. “પણ આમાં તો તમારું જ કામ છે” તપને ફરી એકવાર નિષ્ફળ પ્રયાસ કર્યો. “જો ભાઈ અત્યારે મારી પાસે સમય નથી,”કહીને હિરેનભાઈઉતાવળે ગાડીમાં બેસીનીકળી ગયા.છેલ્લા એક મહિનાથીપિતાની આ ટાળવાનીપ્રવૃત્તિથી તપનના મનમાં ક્રોધનાં બીજ વવાઈ ગયાં.
મારે ઉતાવળ છે,હું વ્યસ્ત છું,મારી પાસે સમય નથી,પછી મળશુંવગેરે શબ્દોએકેટલાય સંવાદોનેઅધૂરા છોડી દીધા છે.પરિણામેબે સીમાઓ, બે કિનારાઓ વચ્ચે રહી જાય છે બસવિસંવાદિતા, અંતરાય, અજંપો,અને ગેરસમજ!હા, જ્યારે અંતરના ભાવો શબ્દ બનીને સામેવાળાનાકાનસુધી નથી પહોંચતાત્યારે તે ભાવો અંતરના ગમગીનસમુદ્રમાં ઠલવાતારહે છે.તેથી જ એક છતની નીચે રહેતા બે વ્યક્તિઓનું હૃદયનું અંતર હજારો માઈલો જેટલું થઈ જાય છે.
આજે આપણે એક એવા સમાજમાં જીવીએ છીએ, જ્યાં મકાનોની ડિઝાઈન નવી બનતી જાય છે પણ ઘર તૂટી રહ્યાં છે.જ્યાં પરિવારમાં આવક બમણી થઈ છે પણ આત્મીયતાની આવક અર્ધી થઈ રહી છે. આજે મનુષ્ય ચંદ્ર પર સહેલાઈથી પહોંચીને પાછો આવી શકે છે, પરંતુ પોતાના પરિવાર માટે સમય કાઢવો તેને કઠિન લાગે છે.આજે વ્યવસાયમાં લાભનું સ્તર ઊંચું ગયું છે પરંતુ સંબંધોનું સ્તર નીચું જતું જાય છે.આનું કારણ છે એકબીજાને સાંભળવાની વૃત્તિનો અભાવ ! આજે શબ્દો સૌની પાસે છે પણ જરૂર છે તેને ઝીલનારા કાનની !
Ralph Nichols (hkÕV r™fkuÕ‚) fnu Au, – “The most basic of all human needs is the need to understand and be understood. The best way to understand people is to listen to them.”
બીજાને સમજાવા માટેનો સર્વોત્તમ ઉપાય છે- તમે તેમને સાંભળો.પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવન દરમિયાન લાખો-કરોડો લોકોનો પ્રેમ સંપાદન કર્યો હતો, તેનું કારણ હતું તેઓની બીજાને સાંભળવાની વૃત્તિ. ૧૯૭૧માં ગુરુપદે આવ્યા ત્યારથી લઈને ૨૦૧૦ સુધી ૪૦ વર્ષમાં તેઓ લગભગ રોજ ૩ ટાઈમ; સવાર-બપોર-સાંજ સરેરાશ ૧૫૦ વ્યક્તિઓને સત્રદીઠ મુલાકાત આપતા. અર્થાત્‌ રોજના ૪૫૦ વ્યક્તિઓને મળતા, અઠવાડિયાના ૩૧૫૦, મહિનાના ૯૪૫૦, વર્ષના ૧,૧૩,૪૦૦ અને ૪૦ વર્ષનાં ૪૩,૩૬,૩૦૦ વ્યક્તિઓને રૂબરૂ મુલાકાતમાં સાંભળ્યા છે. તદુપરાંત રોજના સરેરાશ ૧૫ ફોન કૉલને આધારે ૪૦ વર્ષમાં ૨,૧૬,૦૦૦ને ફોન પર સાંભળ્યા છે. ૭ લાખથી વધુ પત્રો વાંચીને લોકોને સાંભળ્યા છે. આ સરવાળો કરો તો તેમણે ૫૨,૫૨,૦૦૦ લોકોને સાંભળ્યા છે. બહુધા આપણે માનીએ છીએ કે દુખિયારાઓને સાંભળશું તો તેઓઆપણી પાસેથી ધન કે પદાર્થોની માંગણી કરશે,પરંતુ ખરેખર તો તેમને કેવળ એવા શ્રોતાની જ જરૂર હોય છે જે તેની લાગણીઓને સમજી શકે. પ્રતિકૂળતાઓઅને પ્રશ્નોમાં એકલા ઝઝુમતાં માનવીને એક સહારાની જરૂર છે. એક એવો સહારો જે તેને સાંભળી શકે તેને સમજી શકે. જીવનના આ અમિત પ્રવાહમાં બોલનારા તો ઘણા છે, પોતાના ગુણોને, પોતાના ઉત્પાદનને બજારમાં મૂકવા માટે બોલનારાઓની મોટી પંક્તિ છે. હા, બોલે તેના બોર વેચાય જેવી કહેવતો પણ આ વાતને વધુ પ્રોત્સાહિત કરે છે. ચારે બાજુ બોલનારો એક મોટો વર્ગ છે. હવે તો વર્ગ શોર અને ઘોંઘાટ ની તમામ હદો પણ વટાવી જાય છે, આ આપણી વાસ્તવિકતા છે. આવી વાતો કેવળ મસ્તકની ઉપજ હોય છે. તેનો દિલ સાથે જોઈ જ સંબંધ નથી. પરંતુ કોઈને મન દઈને સાંભળવા માટે મોટું દિલ જ જોઈએ !હા,આપણી બે વાક્યો સાંભળવાની શ્રદ્ધા માનવીય સંબંધોના બાગને ખીલતો રાખી શકે છે. તો વાર શા માટે ?

Previous articleસૌરાષ્ટ્રની રસધાર વાંચવાની વેરઝેર અને બહારવટા વધે? રાજુ રદીનો સટિક પ્રશ્ર !!!(બખડ જંતર)
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે