શિન્ઝો આબેના નિધન પર વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યકત કર્યું

4

જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને નારા શહેરમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે ગોળી મારી દેવામાં આવી હતી. જે બાદ શિન્ઝો આબે નીચે પડી ગયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં જયાં તેમનું નિધન થયું હતું આ ઘટનાને લઇ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટિ્‌વટ કરી સંવેદના પ્રગટ કરી હતી. આ સાથે અમેરિકા વતી રાજદૂત રામ ઈમેન્યુઅલે પણ સમગ્ર ઘટનાને લઈ ટિ્‌વટ કર્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિન્ઝો આબેની મિત્રતા જાણીતી છે. આબે પર હુમલા બાદ પીએમ મોદીએ ટિ્‌વટ કરીને લખ્યું કે, મારા પ્રિય મિત્ર આબે શિન્ઝો પર થયેલા હુમલાથી ખૂબ જ દુઃખી છું.મેં મારા મિત્રને ગુમાવ્યો છું ભારતમાં એક દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી,પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ શિન્ઝો પર થયેલા હુમલાની ઘટના અંગે દુખની લાગણી વ્યકત કરી હતી .

Previous articleજાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેનું મોત
Next articleગુજરાત રાજ્યના ૧૧૯ તાલુકાઓમાં મેઘ મહેર