અષાઢ મહિના પ્રારંભ સાથે જ હવે નાના મોટા વ્રત તહેવારો શરૂ થયા છે જે આસો નવરાત્રી સુધી ચાલશે. નાની દિકરીઓના ગૌરીવ્રત જેને મોળાકત કહેવામાં આવે છે જેનો આજે શનિવારથી પ્રારંભ થયો છે. સારા વરની પ્રાપ્તિ માટે આ વ્રત કરવાની માન્યતા છે. સાથોસાથ આ વ્રત કરવા વિદ્યાભ્યાસમાં પણ લાભ થાય છે. શાસ્ત્રોનુસાર આ વ્રત દેવીકાળથી ચાલતું આવ્યુ છે. આજે શનિવાર નાની દિકરીઓને મોળાકત વ્રતનો પ્રારંભ થયો છે જ્યારે સોમવારથી ગૌરીવ્રતનો પ્રારંભ થશે.