ભાવનગરના ૪૪૦થી વધુ ભાવિકો અમરનાથ યાત્રાએ : તમામ સુરક્ષિત

40

ડિઝાસ્ટર કંટ્રોલરૂમ દ્વારા ટુર ઓપરેટર્સ અને ટ્રાવેલ્સ સંચાલકો સાથે સંકલન કરી વિગતો મેળવાઈ
પવિત્ર અમરનાથ યાત્રાધામમાં આભ ફાટવાની દુર્ઘટના સંદર્ભે ભાવનગર શહેર અને જિલ્લાનાં યાત્રીઓ સંબંધિ ભાવનગર જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ દ્વારા વિગતો મેળવાતા ૪૪૦થી વધુ લોકો અમરનાથ યાત્રાએ હોવાનું જણાયું છે અને તમામ સલામત હોવાનું તંત્રએ જણાવ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી જણાવાયું કે, ભાવનગરથી કુલ – ૯ બસ અમરનાથ યાત્રાએ ગયેલ છે. જે પૈકી કુલ – ૬ બસ હાલ પહેલગામ ખાતે છે, ૬ બસનાં કુલ મળીને – ૨૬૦-૨૬૫ યાત્રીઓ/ટ્રાવેલ સ્ટાફ મેમ્બર છે. જે તમામ સલામત અને સ્વસ્થ છે, અને સંપર્કમાં છે. એમની સાથે રહેલ હિરેનભાઈ નામનાં વ્યક્તિએ આ માહિતી આપેલ છે. આવતીકાલે ઈદ હોય પરમ દિવસે તેઓ ભાવનગર પરત ફરવા માટે નીકળશે.જયારે અન્ય ત્રણ બસને હાલ અમૃતસર ખાતે હોલ્ડ કરી દેવામાં આવેલ છે, જેમાં કુલ મળીને – ૧૮૦ જેટલા લોકો છે. આ તમામ પણ સલામત છે, આ સયુંકત માહિતી એજન્સીના પ્રમુખ રાજેન્દ્રસિંહએ આપેલ છે. કોઈનો નેટવર્કનાં હિસાબે સંપર્ક ન થાય તો પણ ચિંતા ન કરવા જણાવેલ છે.

Previous articleગોરમા રે…કંથ દેજો કહ્યાગરો : નાની બાળાના મોળાકત વ્રતનો પ્રારંભ
Next articleકોરોના વોરિયર્સના સન્માન પત્ર પરત કરી વિરોધ કરતા તબીબી છાત્રો