શહેરના નિર્મળનગર વિસ્તારમાં રહેતા શખ્સને એલસીબી ટીમે ચોરી થયેલ બાઈક સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ફરતાં-ફરતાં અલ્કા ટોકિઝ ચોક પાસે આવતાં પો.કો. ભીખુભાઇ બુકેરા તથા સત્યજીતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,અલ્કા ચોકથી કુંભારવાડા રેલ્વે ફાટક જતાં આવેલ કેપીટલ ઓટો એજન્સી પાસે નિર્મળનગરમાં રહેતો અજય ઉર્ફે લાલો નીતીનભાઇ ચોરાઉ મો.સા.નાં સ્પેરપાર્ટસ અલગ કરે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં અજય ઉર્ફે લાલો નીતિનભાઇ પંડયા ઉ.વ.૩૨ રહે.પ્લોટ નં.૮૫/બી, શેરી નં.૧૦, નિર્મળનગર, ભાવનગરવાળા મળી આવેલ.તેની પાસેથી કાળા કલરનું બજાજ પલ્સર આગળ-પાછળ રજી. નંબર-જીજે ૪ એઆર ૬૪૫૩ના આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.જેથી મો.સા.ની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. અને તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. ઇસમની પુછપરછ કરતાં વહેલી સવારે તેનાં મિત્ર રજાક ઉર્ફે ભુરીયા રહે.મોતીતળાવની પાળ પાસે, કુંભારવાડા, ભાવનગરવાળા સાથે મળી મો.સા. નિર્મળનગર, શેરી નં.૧૦માં આવેલ યશ પંડયાનાં ગેરેજ પાસેથી ચોરી કરી તેનાં સ્પેરપાર્ટસ કાઢી વેચાણ કરવાનાં હોવાની કબુલાત કરેલ. આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, ગુલમહંમદભાઇ કોઠારીયા, ભીખુભાઇ બુકેરા, સત્યજીતસિંહ ગોહિલ,મીનાજભાઇ ગોરી, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.