ભાવનગર શહેરના તબીબ સાથે રૂ.૧.૩૨ કરોડની ઠગાઈ

21

તબીબે છ માસ સુધી વિવિધ ચાર્જ અને ફી પેટે રકમ ટ્રાન્સફર કરી, અંતમાં બન્નેનો મોત થયાનું કહી ઠગબાજોએ મોબાઈલ બંધ કરી દિધા
ભાવનગર શહેરમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સામાં દિન પ્રતિદિન વઘારો નોંધાઈ રહ્યો છે.તાજેતરમાંજ બેંકના નિવૃત્ત બ્રાન્ચ મેનેજર સાથે ઓનલાઇન ફ્રોડની ઘટના થઈ હતી તેવામાં ભાવનગર શહેરના નામાંકિત તબીબને મોબાઈલ ધારક બે હિન્દીભાષી શખસોએ તેમની રૂ.૩.૪૫ લાખની રકમ પરત આપવા તથા લાઈફ ઈન્સ્યોરન્સની પોલિસી ફ્રોડ લિસ્ટમાંથી બહાર કઢાવવાના બ્હાને તેમની સાથે રૂ.૧.૩૨ કરોડની ઓનલાઈન ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. આ બનવની જાણવા મળતી વિગત મુજબ ,ભાવનગર શહેરના વાઘાવાડી રોડ વૃંદાવન સોસાયટીમાં રહેતા અને શહેરના તબીંબ રાજેશભાઈ વૃજલાલ બલરે વર્ષ-૨૦૧૦માં ત્રણ લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી લીધી હતી જે ૧૦ વર્ષની પાકી મુદતે વાર્ષિક પેન્શનમાં કન્વર્ટ થઈ જાય તેવી જોગવાઈ હતી.નિયત સમયમાં પોલિસી પાકતી મુદતે પેન્શન યોજનામાં કન્વર્ટ પણ થઈ ગઈ હતી. દરમિયાનમાં ગત તા.૮ ડિસેમ્બર,૨૦૨૧ના રોજ તેમને બેંકના નામે હિન્દીભાષી શખસનો ફોન આવ્યો હતો અને લાઈફ ઈન્સ્યોરન્સ પેટે બાકી નિકળતાં રૂ.૩.૪૫ લાખનો ડીડી તૈયાર હોવાનો વ્હોટસઅપ કરી તેને પેન્શન સ્કીમમાં નાંખી તે તમામ રકમ ઉપાડી શકાય તેવો વિકલ્પ આપ્યો હતો.સાથે તે અજાણ્યા શખસે પોતાને લોકપાલનું આઈકાર્ડ મોકલી વિશ્વાસ સંપાદિત કર્યો હતો.જેથી તબીબને વિશ્વાસ થતાં મોબાઈલ ધારકના કહેવા મુજબ તેમને વિગતો આપતા રહેતા હતા.
દરમિયાનમાં ઉક્ત શખસે રાજકોટના શખસે શૅર કર્યાનું કહી તેમની પોલીસી પણ તે ફ્રોડ લિસ્ટમાં હોવાનું જણાવીને તે લિસ્ટમાંથી પોલિસી કઢાવવા માટે મનિષ મિશ્રા,જીવન વીમા લોકપાલ, હૈદરાબાદના નામે અરજી કરવા જણાવ્યું હતું. તબીબે આધારો સાથે અરજી કરતા ઈન્કમટેક્ષ વિભાગના ફોર્મ ભરી તે મોકલી આપવા જાણવતાં તબીબે તે પણ ભરી મોકલી અજાણ્યા મોબાઈલ ધારકના જણાવ્યા અનુસાર , વિવિધ ચાર્જ જેવા કે સિક્યુરિટી ફંડ, સિક્યુરિટી મની ચાર્જ, આરટીજીએસ, બેલેન્સ કલિયરન્સ સર્ટિ, હાઈ નક્વર્ક ઈન્ડીવીડુયલ એકા.સર્ટિ, ટોટલ પોલીસી કલિયરન્સ સર્ટિ, ફુલ અનેડ ફાઈનલ સર્ટિ, બે ટેક્ષ રિર્ટન, કસ્ટમર ટ્રાન્ઝેકશન, ચાર્ડ એકાઉન્ટને ફી જેવા હેડ નીચે છ માસ દરમિયાન તેમના બેંક એકાન્ટમાંથી કટકે-કટકે રૂ.૧,૩૨,૨૭,૧૭૭ની મતા જમા કરાવી હતી. આ સમય દરમિયાન મનિષ મિશ્રાની સાથે ભગાવનદાસ શાહ નામના શખ્સનું પણ નામ જાહેર થયું હતું. જો કે, આટલી મોટી રકમ ચૂકવ્યા બાદ પણ તબીબને ફોન પર તેમની સાથે ઉક્ત નાગ઼ાંકીય વ્યવહાર કરનાર શખસનું માર્ગ અકસ્માતમાં મોત થયાનું કહી ફોન બંધ કરી દેતાં અને તબીબના વારંવારના સંપર્ક બાદ પણ ફોન ન લાગતાં તેમણે પોતાની સાથએ છેતરપીંડી થયાનું માલૂમ પડ્યું હતું. આ અંગે ડો. રાજેશભાઈ વૃજલાલ બલરે સાઈબર ક્રાઈમ સેલમાં ઉક્ત બન્ને શખસો વિરૂદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.

Previous articleખોડલધામના પ્રણેતા નરેશ પટેલના જન્મદિન નિમિત્તે જિલ્લામાં રક્તદાન કેમ્પ યોજાયો
Next articleરાજપરાના પીન્ટુના ઘરેથી ૫૧ પેટી ઈંગ્લીશ ઝડપાયો