નાની બાળાઓના મોળા વ્રત બાદ આજથી બહેનોના જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે.ભાવનગરના દેવ સ્થાનોમાં બહેનોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરીને વ્રતનો પ્રારંભ કર્યો હતો.પાંચ દિવસ ચાલતા આ વ્રતમાં બહેનો અલૂણું એકટાણું કરીને શિવપાર્વતીજીની પૂજા કરે છે.વ્રતના અંતિમ દિવસે બહેનો જાગરણ કરી સવારે પૂજન બાદ વ્રતનું સમાપન કરે છે.