ભાવનગર કલાસંઘ દ્વારા રવિવારે શામળદાસ આર્ટસ કોલેજ ખાતે એક વિશેષ અંબ્રેલા પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ જેમાં નાના બાળ કલાકારથી લઇ તમામ ચિત્રકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ વિશેષ કાર્યક્રમમાં છત્રી ઉપર વિવિધ સર્જાત્મક ચિત્રો સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધા વિવિધ ચાર વિભાગોમાં યોજાઇ હતી જેમાં ૧૫૦ થી વધારે બાળચિત્રકારો કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પ્રત્યેક વિભાગમાં પ્રથમ પાંચ શ્રેષ્ઠ કૃતિઓને પુરસ્કૃત કરવામાં આવી હતી ભાગ લેનાર તમામને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ખાસ શામળદાસ આર્ટસ કોલેજના આચાર્ય ડોક્ટર જયવંતસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા અને શ્રેષ્ઠ કૃતિઓને પુરુષકૃત તેમના દ્વારા કરવામાં આવી હતી.