ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે વાલી મિટીંગ યોજાઈ

32

ભાવનગર જિલ્લા ભારત સંઘ પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે વર્ષ દરમિયાન સો શાળાની મુલાકાત અંતર્ગત રવિવારના રોજ દક્ષિણા મૂર્તિ કુમાર મંદિર , ગિજુભાઈ કુમાર મંદિર ના ધોરણ ૫ થી ૯ ના વિદ્યાર્થીઓ અને વાલીઓની પ્રવૃત્તિ સંદર્ભે મીટીંગ નું આયોજન દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે કરવામાંઆવેલ જેમાં જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ દ્વારા પ્રવૃત્તિ નો ઇતિહાસ , ગીતો , હર્ષનાદ , ક્લેપ્સ કરાવી વાલીઓ ને પ્રવૃત્તિ દ્વારા જીવન ઘડતરનું જ્ઞાન કેવી રીતે અપાય છે તેની વાત કરવામાં આવી આ પ્રસંગે બંને વિભાગના આચાર્ય શ્રી તેમજ સંસ્થાના નિયામક શ્રી ખીમાણી સાહેબ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના બાળકોને પ્રવૃત્તિમાં જોડવા અંગે ઉત્સુકતા બતાવી હતી.

Previous articleમહુવા હોમગાર્ડઝ યુનિટ દ્વારા ભીખાભાઈ ગોહિલની દિકરીના લગ્ન માટે ૨૦ હજારની સહાય મંજુર
Next articleએરપોર્ટ પર પતિને જોઈને આલિયા ખુશીથી ભેટી પડી