ઓનલાઈન બુકીંગ કરી મુસાફરી બાદ ટીકીટ કેન્સલ કરાવી રીફંડ મેળવી ઉચાપત કરી : મહુવા ડેપો મેનેજરની પોલીસમાં ફરિયાદ
ગુજરાત એસટીના ટીકિટ બુકિંગ એજન્ટે એસટી નિગમ સાથે રૂ. ૧.૩૯ લાખની છેતરપિંડી કર્યાંની ફરિયાદ મહુવા પોલીસ મથકમાં નોંધાવતા ખળભળાટ મચી જવા પામી છે. અલગ અલગ ૧૪ આઈડીમાથી ૫૦૦થી વધારે ટીકિટ બુક કરી કેન્સલ કરી નિગમ પાસેથી પૈસા પરત મેળ?વ્યા હતા. નિગમના ઓડીટમાં સમગ્ર હકીકત સામે આવી હતી. મહુવામાંGSRTCના ટીકિટ બુકિંગ એજન્ટ દ્વારા ડિસેમ્બર અને જાન્યુઆરી માસ દરમિયાન એસટી બસની અલગ અલગ ટ્રીપોની અંદાજે ૫૫૨ જેટલી ટીકિટ બુક કર્યાં બાદ કેન્સલ કરી હતી જેના તેણે ૧,૩૯,૬૬૦ નિગમ પાસેથી પરત લીધાં હતા. સંજય બારૈયા અને મોહનીયા નામના એજન્ટ દ્વારા મુસાફરની ટીકિટ બુક કરી મુસાફરી કરાવી દેવામાં આવતી હતી અને મુસાફરી બાદ તે ટીકિટ કેન્સલ કરી હોવાનું બતાવી નિગમ પાસેથી ટિકીટ કેન્સલેશનના પૈસા પરત મેળવી લીધાં હતા. પરંતુ નિગમના ઓડિટમાં છેતરપિંડી થયાનું માલુમ થયું હતું. એજન્ટ દ્વારા અલગ-અલગ ૧૪ આઈડી દ્વારા ટીકિટ બુક કરવામાં આવી હતી. જ્યારે સમગ્ર હકિકત સામે આવતા મહુવા ડેપો મેનેજર પ્રજ્ઞાબેન કનૈયાલાલ વ્યાસએ મહુવા પોલીસ મથકમાં સજય આર. બારૈયા તથા અન્ય ૧૪ આઈડી ધારકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે મહુવા પોલીસે ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી.