મંત્રી સહિતના નવ હોદ્દેદારો પણ બિનહરીફ ચૂંટાયા
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી કર્મચારી પરિવારની ચૂંટણીમાં પ્રમુખ,મંત્રી સહિતના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા છે. પ્રમુખ સહિતની નવ જગ્યા માટે પ્રતિસ્પર્ધી ઉમેદવારોએ ફોર્મ ન ભરતા પ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારો બિનહરીફ થાય છે, જેમાં અરવિંદ આર. ગોહેલ પ્રમુખ, ચિરાગ એન. જોષી મંત્રી, દિક્ષીત એ. દવે વિભાગીય અધિકારી, અજયસિંહ ડી.ઝાલા જુનિયર સુપ્રીટેન્ડન્ટ ભાવિકા એ.ગોહિલ અને અરવિંદભાઈ એન.બાબરીયા સિનિયર આસિસ્ટન્ટ, વિશ્વજીતસિંહ એમ.રાણા અને વિપૂલ એચ.પારેખ આસિસ્ટન્ટ, જિતેન્દ્ર બી.વાળા ટેકનિકલ અધિકારી, દિપકભાઈ આર પંડયા ટાઈપીસ્ટ અને ઉર્વશિ.વી.જોષી મહિલા કર્મચારી તરીકે બિનહરીફ ચૂંટાયા છે. જયારે વર્ગ -૪ ની કેડરની બે જગ્યા માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ હતી. જેમાં ઘનશ્યામસિંહ જે.૫૨મા૨, પરેશભાઈ સી.તળાજિયા અને રાજુભાઈ એમ.બેરડીયા ઉમેદવાર હતા. વર્ગ -૪ની બે જગ્યા માટે ત્રણ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવાતા તા.૧૧ના રોજ યુનિવર્સિટી કાર્યાલય ખાતે મતદાનનું આયોજન થયેલ. કુલ ૧૧૭ મતરોની સામે ૧૧૧ કર્મચારીઓએ મતદાન કરેલ હતું જેની મત ગણતરીના અંતે ઘનશ્યામસિંહ જે.૫૨મારને ૯૭ મત મળ્યા હતા જયારે પરેશભાઈ સી.તળાજિયાને ૮૮ મત મળ્યા હતા જયારે રાજુભાઈ બેરડીયાને ૨૬ મત મળ્યા હતા.ચૂંટણીના પરિણામને ધ્યાને લેતા ઉમેદવાર ઘનશ્યામસિંહ જે.પરમાર અને પરેશભાઈ સી.તળાજિયાને વર્ગ ૪ની કેડરમાં વિજેતા જાહેર કરવામાં આવેલ છે.