લાંબા સમયથી લય સામે ઝઝૂમી રહેલા વિરાટ કોહલીને પણ ટી૨૦ ટીમાં બહાર કરવામાં વાંધો ન હોવો જોઇએ : કપિલ દેવ

3

મુંબઇ,તા.૧૨
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી થોડા સમય પહેલાંથી ફોર્મમાં નથી. વિરાટે ૨૦૧૯ બાદ કોઇ સદી ફટકારી નથી અને તેમના ફેન્સ સતત એક સારી ઇનિંગની રાહ જોઇ રહ્યા છે. જોકે તેમના ખરાબ ફોર્મના લીધે ટીમમાં તેમના સિલેક્શનને લઇને પણ સવાલ ઉદભવી રહ્યા છે. એવામાં હવે ભારતન દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવે પણ વિરાટ કોહલી પર સવાલ ઉઠાવ્યા છે. ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવનું માનવું છે કે જો રવિચંદ્રન અશ્વિન જેવા પ્રતિભાશાળી બોલરને ટેસ્ટ ટીમની અંતિમ ઓવરમાંથી બહાર કરવામાં આવે છે, તો લાંબા સમયથી લય સામે ઝઝૂમી રહેલા વિરાટ કોહલીને પણ ટી૨૦ ટીમાં બહાર કરવામાં વાંધો ન હોવો જોઇએ. કોહલી લગભગ ત્રણ વર્ષ મોટી ઇનિંગ રમી શક્યા નથી. ભારતે પહેલીવાર વર્લ્ડકપ ચેમ્પિયન બનાવનાર આ ખેલાડીનું માનવું છે કે જો ભારતીય ટીમ મેનેજમેન્ટ શાનદાર લયમાં ચાલી રહેલા ખેલાડીઓને પોતાના કૌશલના પ્રદર્શન માટે પર્યાપ્ત તક નહી આપે તો તેમની સાથે નાઇંસાફી થશે. કપિલે કહ્યું કે ’જો તમે ટેસટના બીજા સર્વશ્રેષ્ઠ બોલર અશ્વિનને ટીમમાંથી બહાર બેસાડી શકો છો તો વિશ્વના નંબર ખેલાડીને પણ બહાર બેસાડી શકો છો. કપિલે કહ્યું કે ’હું ઇચ્છું છું કે કોહલી રન બનાવે પરંતુ અત્યારે વિરાટ કોહલી તે પ્રકારે રમી રહ્યા નથી જેવું આપણે ઇચ્છીએ છીએ. તેમણે પોતાના પ્રદર્શનના દમ પર પોતાનું નામ બનાવ્યું છે અને જો તે પ્રદર્શન નહી કરે તો નવા ખેલાડીને તમે બહાર ન રાખી શકો. કપિલ દેવે કહ્યું કે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસથી વિરાટનો ’વિશ્રામ’ લેવો તેમનું ટીમમાંથી ’બહાર’ થવું માનવામાં આવે છે. તેમણે કહ્યું કે ’તમે ઇચ્છો તો તેને આરામ કહી લો અથવા પછી ટીમમાંથી બહાર થવાનું કહી શકો છો. તેના પર દરેકનો પોતાનો વિચાર હોઇ શકે છે. જો સિલેક્ટર્સ તેમની પસંદગી નથી કરતા તો તેનું કારણ એ હોઇ શકે છે કે મોટા ખેલાડી પ્રદર્શન કરી રહ્યા નથી.

Previous articleઅનન્યા પાંડે આદિત્ય રોય કપૂરને કરી રહી છે ડેટ
Next articleબ્રિટનના પ્રોફેસર રોબર્ટ ફ્રેઝર માટે હવેલી લેતાં ગુજરાત ખોવા જેવો ધાટ થયો!!! (બખડ જંતર)