RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે જનરલ નોલેજ
૧. વિશ્વની સૌપ્રથમ ફિલ્મ કંઈ હતી ?
– લાઈટ ઓફ ન્યુયોર્ક અમેરિકા (૧૯૧૩)
૨. ફિલ્મ જગતની કઈ અભિનેત્રી પ્રથમ સંસદ સભ્ય બની ?
– નરગીસ (રાજયસભા)
૩. ફિલ્મજગતનો કયો અભિનેતા પ્રથમ સંસદ સભ્ય બન્યો ?
– પૃથ્વીરાજ કપૂર
૪. ભારતમાં વિમાનોનું આગમન કયારે થયું ?
– ઈ.સ.૧૯૧૧ માં
૫. ભારતમાં સૌથી મોટો જિલ્લો કયો છે ?
– બસ્તર (મધ્યપ્રદેશ)
૬. ભારતમાં હીરાની ખાણ કયા આવેલી છે ?
– પન્ના (મધ્યપ્રદેશ)
૭. વિશ્વમાં કેટલી ભાષાઓ બોલાય છે ?
– ર૭૯ર ભાષાઓ
૮. વિશ્વનો સૌથી અમીર દેશ કયો છે ?
– સ્વિટ્ઝરલેન્ડ
૯. વર્ષમાં સૌથી મોટો દિવસ કયો છે ?
– ર૧ જૂન
૧૦. વિશ્વમાં કયા દેશમાં થિયેટર નથી ?
– ભૂટાન
૧૧. કન્યાકુમારીથી કૃષ્ણા મુખત્રિકોણપ્રદેશ સુધીનો કિનારો કયા નામે ઓળખાય છે ?
– કોરોમંડલ કિનારો
૧૨. નાથુલાઘાટ કયા આવેલો છે ?
– સિક્કિમમાં
૧૩. બંધારણસભામાં મહિલાઓની સભ્યસંખ્યા કેટલી હતી ?
– ૧ર
૧૪. સૌથી વધારે કોફી ઉત્પાદન કરતો દેશ કયો છે ?
– બ્રાઝિલ
૧૫. એશિયા અને યુરોપના મહાદ્વિપ તરીકે કયો દેશ ઓળખાય છે ?
– મિસર (ઈજિપ્ત)
૧૬. કયા મહાદ્વિપમાંથી કર્ક અને મકર બંને રેખા પસાર થાય છ ?
– આફ્રિકા
૧૭. હીરા વેપારનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ?
– એંટવર્પ
૧૮. “સો ઉંદરની અપેક્ષાએ એક સિંહનું શાસન ઉત્તમ છે” આ કોણે કીધું ?
– વોલ્તેરે
૧૯. “ કાનૂનની આત્મા” ની રચના કોણે કરી ?
– મોન્તેસ્ક
૨૦. સાંસ્કૃતિક રાષ્ટ્રીયતાનો પિતા કોણ કહેવાય છે ?
– હર્ડર
૨૧. નેપોલિયન ફ્રાંસનો રાજા કયારે બન્યો ?
– ઈ.સ.૧૮૦૪ માં
૨૨. નેપોલિયનના પિતાનું નામ શું હતું ?
– કાર્લો બોનાપાર્ટ
૨૩. આધુનિક ફ્રાંસનો પિતા કોને કહેવામાં આવે છે ?
– ચાર્લ્સ દ ગોલ
૨૪. ઈંગ્લેન્ડને ‘વાણિયાનો દેશ’ કોણે કીધો હતો ?
– નેપોલિયન
૨૫. “રાઈટ્સ ઓફ મેન”ના લેખક કોણ છે ?
– ટોમસ પેન