કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

16

બગદાણામાં ગુરુપૂર્ણિમાની ઉજવણીને અનુલક્ષીને પોલીસ વિભાગ દ્વારા મહિલા પોલીસ સહિત ૧૩૦ પોલીસ કોન્સ્ટેબલ, ૧ પીઆઈ, ૫ પીએસઆઈ તેમજ ૯૦ હોમગાર્ડના જવાનોનો બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો., આકસ્મિક સંજોગો માટે મહુવા નગરપાલિકા દ્વારા એક ફાયર ફાઈટર વાહન સ્ટેન્ડ બાય, આ સિવાય એક ૧૦૮ સહિત ત્રણ મેડિકલ એમ્બ્યુલન્સ પણ રહેશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બેલમપર દ્વારા અહીં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પ્રાથમિક સારવાર તેમજ બાર વર્ષથી ઉપરનાને કોરોના રસીકરણ પણ કરાયું હતું. આશ્રમ પરિસરમાં અહીં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
બગદાણામાં પર્વની ઉજવણીની સાથે સાથે
* બગદાણાધામમાં બે વર્ષ બાદ ગુરુપૂર્ણિમા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી
* બજરંગદાસબાપાના દર્શન માટે ગત મોડી સાંજથી જ ભાવિકોનો પ્રવાહ બગદાણાધામ પહોંચ્યો
* ગુરૂઆશ્રમમાં મંગલ આરતી, ધ્વજપૂજન,ધ્વજારોહણ, ગુરૂપૂજન, તેમજ ગુરુપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા.
* ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત મેડિકલ,રક્તદાન અને બાળકોને કોરોના રસીકરણ કાર્યક્રમનું પણ આયોજન થયું.
* ભાવિકોની વ્યવસ્થાની જાળવણી માટે ૮૭ ગામના ૨૫૦૦ થી વધુ સ્વયંસેવક ભાઈ-બહેનોએ અવિરત સેવા આપી.
* દર્શનાર્થે આવેલા દરેક ભાવિકોને પંગતમાં બેસાડી ભોજન પ્રસાદનો લાભ અપાયો.
* ૨૦૦ થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનો તેમજ હોમગાર્ડ જવાનોએ બંદોબસ્ત જાળવ્યો.
* આકસ્મિક સંજોગોને પહોંચી વાળવા એક ફાયર ફાઈટર અને ત્રણ મેડિકલ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી.

Previous articleબગદાણાધામમાં ગુંજ્યો બાપા સીતારામનો નાદ
Next articleસદગુરુ કોણ ? ગુરુપૂર્ણિમાના પાવન દિવસે આપણે સૌ આપણા સદ્દગુરૂને ઓળખીએ