ભાવનગર રેલવે દ્વારા રાષ્ટ્ર ધ્વજનુ અપમાન, ફાટેલો ધ્વજ ફરકતો રહ્યો

26

ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશનની બહાર ૧૦૦ ફુટની ઉચાઇએ પ્રતિકાત્મક રાષ્ટ્ર ધ્વજ છેલ્લા બે વર્ષ કરતા વધારે સમયથી લગાવવામાં આવ્યો છે. જે રાત્રીના પણ ઉતારવાનો ન હોય પરંતુ તેની જાળવણી કરવાની હોય છે. અને સમયાંતરે તેને બદલાવવો પડતો હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ભાવનગરમાં પડી રહેલા વરસાદ અને પવનના કારણે આ રાષ્ટ્ર ધ્વજ બે-ત્રણ દિવસથી ફાટી ગયો છે. અને ફાટેલો ધ્વજ ૧૦૦ ફુટ ઉચાઈએ ફરકી રહ્યો છે. જે રાષ્ટના અપમાન સમાન હોય રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક ફાટેલો રાષ્ટ્ર ધ્વજ ઉતારી નવો લગાવવા રાષ્ટ્ર ભકતોની માગ ઉઠવા પામી છે અને જવાબદાર સામે પગલા ભરવા પણ માગ ઊઠી છે.

Previous articleહોમગાર્ડઝ યુનિટમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલ વિપુલભાઈના પત્ની મરણોત્તર સહાયનો ચેક અર્પણ કરાયો
Next articleવીર સાવરકર પ્રા. શા.નં-૮ માં ધો.૧ થી? ૫ માટે આનંદદાયી બાળમેળો અને ધો.૬થી૮ માટે જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરાયું