તા.૧૨-૦૭-૨૦૨૨ ના રોજ શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ માં ય્ઝ્રઈઇ્ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રેરિત ધોરણ – ૧ થી ૫ માટે આનંદદાયી બાળમેળો અને ધોરણ-૬ થી ૮ માટે જીવન કૌશલ્ય આધારિત બાળમેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળમેળા માં ધોરણ-૧ થી ૫ માટે બાળવાર્તા, હાસ્ય દરબાર,બાળગીત, અભિનય ગીત, વેશભૂષા,બાળ રમતો,ચિટક કામ, રંગપુરણી, ગડીકામ વગેરે જેવા વિભાગોમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને ખૂબ ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું હતું. જીવન કૌશલ્ય આધારિત બાળમેળા માં રોજીંદા જીવનમાં ઉપયોગી એવી પ્રવૃત્તિઓ તેમજ બાળકોની સર્જનાત્મક શક્તિ વિકસે એ માટે ચાલો શીખીએ વિભાગમાં ઈસ્ત્રીનો ઉપયોગ,ફ્યુઝ બાંધવો,બટન ટાંકવા,વિવિધ સાધનોનો જેવા કે હથોડી, પક્કડ,અન્ય પાના નો ઉપયોગ.વિવિધ સાધનોનો પરિચય,સર્જનાત્મકતા વિભાગમાં વેસ્ટ માંથી બેસ્ટ,મહેંદી મુકવી,હેર સ્ટાઇલ, માટીકામ, મેકઅપ કરવો,કોયડા ઉકેલ, વિજ્ઞાન પ્રયોગ અને વિજ્ઞાનના સાધનોનો પરિચય જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. વેશભુષા-પર્યાવરણ-સ્વચ્છતા વિભાગમાં બાળકો અલગ અલગ વેશભૂષામાં સજ્જ થઈ આવ્યા હતા.બેંક વ્યવહાર, માપન, પર્યાવરણ જાગૃતિ પ્રદર્શન, પુસ્તક પ્રદર્શન, સુશોભન, દિવાસળીના કોયડા, રંગોળી બનાવવી વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.બાળકોએ જાતે ચા બનાવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યશ્રી અને શાળાના પ્રભારીશ્રી સંજયભાઈ બારૈયાએ ઉપસ્થિત રહી બાળકોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.શાળાના બાળકોએ ખૂબ ઉત્સાહથી દરેક પ્રવૃતિઓમાં ભાગ લીધો અને ખૂબ આનંદ સાથે બાળમેળાને માણ્યો હતો.શાળા પરિવારે આચાર્ય ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન નીચે બાળમેળાને સફળ બનાવવા પ્રયત્ન કર્યો હતો.