ભાવનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારના ગૌતમ પાર્ક એપાર્ટમેન્ટ ખાતે રહેતા હિમાંશુભાઈ વોરાના પુત્ર મનનનું તાજેતરમાં અકસ્માતે અવસાન થયેલ. આથી સરદાર યુવા મંડળ-ભાવનગરના પ્રમુખ અને શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય ભરત મોણપરાએ મનની તમામ વિગતો એકઠી કરીને વિદ્યાદીપ વિમા નિયામકની કચેરી રજૂ કરેલ. આથી રૂા.પ૦,૦૦૦ની સહાય મંજુર થયેલ. આથી તા.ર૬-પ-૧૮ના રોજ શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, ડે. મેયર મનભા મોરી, શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશ રાવળ, સુરેશભાઈ ભટ્ટ, નગરસેવક કુમાર શાહ, યોગેશ ડોડીયા, હિરેન મોરડીયા, મીહીર સોની ઉપસ્થિત રહીને મનનના પરિવારને રૂા.પ૦,૦૦૦નો ચેક અર્પણ કરેલ.