આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે મોડેલ ડે સ્કૂલ સણોસરામાં ચાલતી દ્ગઝ્રઝ્રની પ્રવૃત્તિ અંતર્ગત ૨૬ ગુજરાત બટાલિયન સુરેન્દ્રનગર મોડેલ ડે સ્કૂલ સનોસરાના કેસેટ્સ દ્વારા મોડેલ દે સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ પ્રાર્થનાથી શરૂઆત થઈ અને ત્યારબાદ ભજન, ધૂન અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પરમાર બિંદુબેને બાળકોને ગુરુપૂર્ણિમા વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ શાળાના શિક્ષક યાદવ નરેન્દ્રભાઈ દ્વારા ગુરુ જીવનના પથદર્શક છે એ વિશે પોતાનું વિદ્યાર્થીને પોતાનું વ્યક્ત આપ્યું હતું. તેમજ ૨૬ ગુજરાત બટાલિયન સુરેન્દ્રનગર મોડેલ ડે સ્કૂલ સણોસરાની કેડેટ્સ દર્શના પરમારે ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ આ કાર્યક્રમ સાથે સાથે શાળાના મેદાનમાં દ્ગઝ્રઝ્રના કેડેટ્સ દ્વારા ૫૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે આભાર વિધિ શાળાના શિક્ષક બાવળીયા હિતેશભાઈએ કરી હતી. આ કાર્યક્રમમાં ઉત્સાહથી કામગીરી શાળાના સ્ટાફ અને દ્ગઝ્રઝ્રના કેડેટ્સ દ્વારા ખૂબ સારી જહેમત ઉઠાવી એ બદલ શાળાના આચાર્યશ્રી ડૉ.મનોજભાઈ જી ચૌહાણે સર્વોને અભિનંદન પાઠવ્યા હતા.