ભાવનગર જિલ્લામાં તા. ૧૪ જૂલાઈનાં રોજ ઓરેન્જ એલર્ટ હતું જેનાથી અમુક તાલુકાઓમાં મધ્યમ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત તા. ૧૫ નાં રોજ રેડ એલર્ટની ચેતવણી હોવાથી તંત્ર દ્વારા દરેક વિભાગોના વડાને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર નહીં થવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત વરસાદની આગાહી અંગેની માહિતી ભારતીય હવામાન વિભાગની વેબ સાઈટ https://mausam.imd.gov.in/ahmedabad/ પરથી મેળવી શકાશે. આ ઉપરાંત આકાશી વિજળીથી બચવાં માટે “DAMINI” મોબાઈલ એપ્લીકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી વિજળી પડવાની શક્યતાઓ અંગે અગાઉથી જાણકારી મળી રહેશે. ભારે વરસાદ, ચોમાસા દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ બનવા પામે તો તાત્કાલીક સંબંધિત મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તથા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે અથવા જિલ્લા કક્ષાનાં કંટ્રોલરૂમ ખાતે ફોન નં.૦૨૭૮-૨૫૨૧૫૫૪ / ૫૫ ( ૧૦૭૭ ટોલ ફ્રી ) ઉપર તુરંત જાણ કરવાં તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. પાલીતાણા : ખારો નદી ઉપર આવેલ ચૌંડા ડેમમાં વધતી સપાટીને લઇ સતર્ક રહેવા સુચના પાલીતાણા તાલુકામાં ખારો નદી ઉપર આવેલ ચૌંડા નાની સિંચાઇ યોજનામાં તેની ડિઝાઇન સ્ટોરેજના ૭૦ ટકા પાણીનો સંગ્રહ થયેલ છે. જળાશયમાં પાણીની આવક ચાલુ છે. તેથી ચૌંડા જળાશયની હેઠવાસમાં આવેલ પાંચપીપળા, રાણપરડા (ખારા), માળીયા, જાળીયા, વડીયા અને હડમતીયા(મા) ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવાં ચેતવણી આપવામાં આવે છે. આ ઉપરાંત જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવાં તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે. અત્યારે જળાશયમાં પાણીનું હાલનું સ્તર ૨૯૬.૯૦ મીટર છે અને ૫૬૮ ક્યસેક ઇનફ્લો છે.