વહેમમાં લાગો છો – તરુણ ઢોલા (વચનામૃત : જીવન માર્ગદર્શક )

42

વહેમની એક અલગ જ દુનિયા છે. જો કે વહેમમાં પડવું જેટલું સહેલું છે, તેટલું વહેમને સમજવું સહેલું નથી. સમાજમાં વહેમની જુદી જુદી અનેક ભાષાઓ અને પરિભાષાઓ પ્રચલિત છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે- “જો જે કોઈ વહેમમાં નહીં રહેતો,” આ વાક્યમાં કોઈ શત્રુ પોતાની ધમકીની તીવ્રતાને બતાવે છે. વળી,“આને તો ફલાણા ફિલ્મસ્ટારનો વહેમ થયો છે,” અહીં વ્યક્તિની કોઈ સેલીબ્રીટીની કોપી કરવાની અદમ્ય ઇચ્છા અથવા અભિનિવેશને જણાવે છે. તદુપરાંત “તમે કોઈ વહેમમાં પડતા નહીં,”“વહેમની કોઈ દવા નથી,” વગેરે વાક્યો શંકા કે અંધશ્રદ્ધાને દર્શાવેછે.
ભગવદ્‌ગોમંડલ અને અન્ય કોશો પણ વહેમને અંધશ્રદ્ધા, કુશંકા અને ભ્રમણા રૂપે સમજાવે છે.આ વ્યાખ્યા વધુવ્યાપક લાગે છે. આમ, વહેમમાં પડવું એટલે અંધશ્રદ્ધા, શંકા કે ભ્રમણાના આધારે આચાર અને વિચારને અમલમાંમૂકવા. વહેમમાં માનવ ભૂતકાળ, વર્તમાન અને ભાવિની આપત્તિઓને નિવારવા એવી રીતિ અને નીતિનું આચરણ કરે છે, જેમાં શાસ્ત્ર, સિદ્ધાંત અને સત્પુરુષોનું પ્રમાણ નથી હોતું. વિજ્ઞાનની સીમાથીબહાર આવા અનેક મનગઢંત રિવાજો વ્યાપક બન્યા છે, જેમાં અતિ વિકસિત અને સમૃદ્ધ દેશો પણ બાકાત નથી. અમેરિકામાં લોકો ૧૩નો અંક અપશુકનિયાળ ગણે છે. ત્યાંના કેટલાય મકાનોમાં બારમા માળ પછી સીધો ચૌદમો માળ આવે,તો કેટલીય ઍરલાઇન્સમાં ૧૩ નંબરની સીટ જ જોવા ન મળે. જાપાનમાં તો આ પ્રમાણે ૪નો અંક અપશુકનિયાળ ગણાય છે. બલ્ગેરિયાના સોફિયાનાએકસરોવરને અડનાર વ્યક્તિ આખું વર્ષ સ્વસ્થ રહે તેવી માન્યતાને લીધે સૌ કોઈ હોંશે હોંશે ઠંડા પાણીમાં ઝંપલાવે છે.અલબત આ દેશોમાં વહેમનો અગ્નિ માનસિક ત્રાસને વધુ નોતરે છે, પરંતુ ત્યાં વહેમ વિકાસમાંનડતરરૂપ થાય એવું ઓછું બને છે.જયારે ભારતમાં તો બંને રીતે માર પડે છે. અહીંકોઈવિધવાબહેનસામે મળે તો અપશુકન ગણાય છે.બિલાડી સામે આવે તો રસ્તો બદલી દેવામાં આવે છે. ઘરેથીબહાર નીકળતાજ જો છીંક આવે તો બહાર જવાનુંપણ ટાળતા હોય છે. નવી ગાડી કે ઘર લેવામાં આવે ત્યારેનજર ના લાગે તે માટે લીંબુઅને મરચાં લટકાવતાં હોય છે.ઘરના ઉંબરે કોઈ ઘોડાની નાળતો કોઈ મંત્રેલા ઢીંગલા લટકાવતાં હોય છે.કૂંડાળામાં પગ પડી ગયો, ડાબો પગ પહેલાં બહાર મૂકવાથી દુઃખ આવ્યુંજેવાઅનેક વહેમો આપણને મનથી અસ્થિર અને ભૌતિક દૃષ્ટિએ કંગાળ બનાવે છે.આવી શુકન-અપશુકન કે છીંક-બિલાડી જેવી ખીંટીઓ પર પોતાનું જીવન ટીંગાડતા રહીને હજારો લોકોએ લાખો તકો ગુમાવી છે, લાખો લોકોએ કરોડો કલાકો આવી રીતે વહેમના કારાગૃહમાં વિતાવી દીધા છે. વધુ દુઃખ તો ત્યારે થાય જયારે વહેમને શ્રદ્ધા અને અધ્યાત્મના આવરણ નીચે ખીલવવામાં આવે છે. આ બાબત બે રીતે ઘાતક છે. એક તો ધર્મની ધજા નીચે ચાલતી વહેમની વિધિમાં ગરીબ માણસો પણ લાખો રૂપિયાનો ધુમાડો કરતા અચકાતા નથી, અને બીજું, નવી પેઢીમાંથી આધ્યાત્મિક શ્રદ્ધાની નનામી ઊઠી જાય છે.ખરેખર,અહીં વહેમ શ્રદ્ધાની ભૂમિમાંથી જીવનરસ લઈને અંધશ્રદ્ધાના ફૂલ ખીલવે છે. પરિણામે તે વધુ જડ બને છે. વળી, આપણે ત્યાં જેટલા લાગણીશીલ અને પ્રેમી માણસો છે તેવા બીજે મળવા મુશ્કેલ છે. પરંતુ યાદ રાખીએ કે લાગણીશીલ ઉપજાઉ હૃદય-ધરતી ઉપર વહેમનોવિપુલ પાક ફળતા વાર નથી લાગતી. બીજું લોભ પણ વહેમ માટે ઉપજાઉ ધરાતલ પૂરું પડે છે.આપણે ત્યાં એક કહેવત છે કે ‘જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નહિ મરે’. આ કહેવત પણ એમ ને એમ નથી બની. રાતો રાત અમીર બનવાના ખ્વાબ લોભનું જ એક રૂપ છે. આ લોભી માણસોને તંત્ર-તાબીજમાં સહેજે જ વિશ્વાસ બેસી જાય છે. અને કેટલાક પ્રોફેશનલ કરામાતીઓ આવા લોભી માણસો પાસે સીધા પહોંચી જ જાય. લાગ્યું તો તીર નહિ તો તુક્કો જેવી વાત ક્યારેક અહીં સાચી પણ બને. તેથી જ ભગવાન સ્વામિનારાયણે ૧૮૦૬ની સાલમાં હરિભક્તોને પત્ર લખતા જણાવેલું કે “ભગવાન સિવાય કોઈ કોઈને મા૨વા, જિવાડવા કે દુઃખ દેવા સમર્થ નથી. જો ટોટકાવાળાનું ચાલતું હોય તો રાજા લશ્કર શા માટે રાખે? એક ટોટકાવાળાને જ ન રાખે? માટે નિર્ભય રહી ભગવાનને સર્વકર્તાહર્તા સમજી ભજન કરજો.” આ સાચી શ્રદ્ધા છે.તમામ ધર્મોનો પણ આ જ મત છે કેક્ષુદ્ર બાબતોથી ગભરાવું છોડીને એક ભગવાનમાં શ્રદ્ધા દૃઢ કરીએ.

Previous articleવિન્ડીઝ સામેની ટી૨૦ શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાંથી કોહલી આઉટ
Next articleતળાજા રોડ પર લડતા બે પાડાનો સ્ટ્રિટ પોલ પરથી ઇન્ટરવ્યુ!!!