શિશુવિહાર પાસેના ફલેટની બાલ્કની તુંટતા વૃધ્ધાનું મોત

1001

શહેરના શિશુવિહાર સર્કલ પાસે આવેલ ફલેટના ત્રિજામાળની બાલ્કની અચાનક તૂટી પડતા બાલ્કનીમાં ઉભેલ વૃધ્ધા નીચે પટકાતા તેણીનું મોત નિપજવા પામ્યું હતું.

બનાવની મળતી વિગત મુજબ શહેરના શિશુવીહાર સર્કલ પાસે આવેલ માણેકવિલા ફલેટ ૭ સીમાં રહેતા શાહિદાબેન બજાજ (ઉ.વ.૭૦) બાલ્કીન નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બનાવ સ્થળે ઉમટેલા લોકો સારવાર અર્થે વૃધ્ધાને લોહિયાળ હાલતે મૃત જાહેર કર્યા હતાં. બનાવની જાણ થતાં ઘોઘા રોડ પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

Previous articleપેટ્રોલ-ડિઝલના ભાવવધારા સામે સિહોરમાં યુથ કોંગ્રેસની આક્રોશ રેલી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે