ભાવનગર – અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેન શરૂ કરવા રેલવે તંત્રનું ઉદાસીન વલણ

12

બોટાદ -અમદાવાદ બ્રોડગેજ લાઈન શરુ થઇ ગઈ હોય અમદાવાદ પડી રહેતી લાંબા અંતરની ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવા માંગણી
ભાવનગર અમદાવાદ વચ્ચે હવે સીધી બ્રોડગેજ કનેક્ટિવિટી થઇ ગઈ હોય ભાવનગર – અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેન તેમજ અમદાવાદમાં પડી રહેતી લાંબા અંતરની ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવા માંગણી પ્રબળ બની છે.આ ઉપરાંત ભાવનગર – બાંદ્રા વચ્ચે સવારના સમયની વધુ એક ટ્રેન શરુ કરવા ડી.આર.એમ.ને રજૂઆત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગર ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલને પત્ર પાઠવી જણાવવામાં આવેલ છે કે બોટાદ-ગાંધીગ્રામ ગેજ કન્વર્ઝનની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે અને બોટાદ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ શરૂ થઇ ગયેલ અને ગેજ કન્વર્ઝનની કામગીરીને કારણે બંધ કરવામાં આવેલ ભાવનગર-અમદાવાદ ઇન્ટરસીટી સહીતની અન્ય લોકલ ટ્રેન પણ સત્વરે પુનઃ શરૂ કરવી જોઈએ.ભાવનગર-બંદ્રા ટ્રેનમાં ખુબ જ ટ્રાફિક રહે છે તેથી ભાવનગર-બાંદ્રા વચ્ચે સવારનાં સમયમાં બીજી એક ટ્રેન શરૂ કરવી જોઈએ. ભાવનગર-સુરત વચ્ચે પણ નિયમિત ટ્રેનની તાતી જરૂરીયાત છે. હવે જ્યારે બોટાદ-ગાંધીગ્રામ ગેજ કન્વર્ઝનની કામગીરી પૂર્ણ થયેલ છે ત્યારે અમદાવાદ ખાતે બે-ત્રણ દિવસ માટે પડી રહેતી લાંબા અંતરની ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવી જોઈએ. આમ ચેમ્બર દ્વારા સૂચવવામાં આવેલ ઉપરોક્ત સૂચનો સ્વીકારવામાં આવે તો રેલ્વેની આવકમાં વધારો થશે, મુસાફર જનતાને ખુબ જ લાભ મળશે અને સાથે સાથે ભાવનગરની રેલ કનેક્ટીવીટીમાં પણ વધારો થશે તેમ પત્રમાં જણાવાયું છે.

Previous articleઅણધારી આપત્તિ સમયે સ્વબચાવ કેમ કરવો એનડીઆરએફએ બાળકોને આપી સમજણ
Next articleઆપનો અનોખો વિરોધ : ભાજપના નેતાઓના પોસ્ટરને ખાડામાં પુર્યાં !