લોકવિદ્યાલય વાળુકડ સંસ્થા ખાતે ટોબેકો પ્રોગ્રામ અંતર્ગત તેમજ વાહકજન્ય રોગો વિશે ચિત્ર સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું

16

આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ (પા) ના લોકવિદ્યાલય વાળુકડ સંસ્થા ખાતે મેડિકલ ઓફિસર ડૉ.હસમુખ ચૌહાણ સાહેબ તેમજ મ.પ.હે.સુ મુકેશભાઇ ખોડીફાડ ના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા ટોબેકો પ્રોગ્રામ અંતર્ગત તેમજ વાહકજન્ય રોગો વિશે ચિત્ર સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતુ તેમા જિલ્લા માથી ટોબેકો પ્રોગ્રામ ના કાઉન્સિલર હેતલબેન મકવાણા પણ હાજરી આપેલ તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર હરસુરભાઇ ગાગીયા એ પણ હાજરી આપેલ હતી તેમજ આ પ્રોગ્રામ માં ધોરણ ૯ થી ૧૨ અને મહિલા કોલેજ ના વિધાર્થી અને વિધાર્થીનીઓ એ ભાગ લીધેલ હતો.તેમજ સાથે તેમાં સારુ ચિત્ર નુ પ્રેજન્ટેશન કરનાર ૧ થી ૩ નંબર ને ઇનામ વિતરણ પણ કરવામાં આવેલ.તેમજ ટોબેકો પ્રોગ્રામ ના કાઉન્સિલર હેતલબેન મકવાણા દ્વારા બાળકોને વ્યસન મુક્તિ માટે દુર રહેવા માટે જરુરી આરોગ્ય લક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવેલ અને સાથે વાળુકડ ના હેલ્થ સુપર વાઇઝર મુકેશભાઇ ખોડિફાડ દ્વારા વિધાર્થીઓ ને આરોગ્ય ની જાળવવી અંગે અને ચોમાસાની ઋતુ માં વાહકજન્ય રોગો નો ફેલાવો અટકાયત માટે શુ પગલા લેવા વિશે જરુરી આરોગ્ય લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું.અને સાથે સારી આદતો જેવી કે પોષ્ટીક આહાર લેવું,વ્યસનથી દૂર રહેવું, દિનચર્યા સુધારવી, કસરત અને યોગા કરવા જેવી વગેરે બાબતો વિશે ઉપરાંત શિક્ષણ, વાંચન અને ધ્યાન તેમજ એનીમિયા વિશે કિશોરીઓને સમજણ આપવામાં આવેલ અને મચ્છર ના જીવન ચક્ર વિશે પણ સમજણ આપી.પોરા અને ગપ્પીમાછલી નુ લાઇવ ડેમોસ્ટ્રેશન પણ દરેક વિધાર્થીઓ ને બતાવવામાં આવેલ. આ પ્રોગ્રામ ને સફળ બનાવા માટે લોકવિધાલય વાળુકડ ના આચાર્ય ચેતનભાઇ ઠુમર અને મહિલા કોલેજ ના આચાર્ય દિનેશભાઇ વાજા અને વિધાલય ના સ્ટાફગણ અને વાળુકડ ના આરોગ્ય સ્ટાફ ના મ.પ.હે.વ ભાઇઓ નો સાથ સહકાર રહેલ હતો.
રિપોર્ટ મૂળશંકર જાળેલા…

Previous articleગોપીનાથજી મહિલા કોલેજ દ્વારા વેલકમ પાર્ટીનું આયોજન કરેલ..
Next articleઆને કબુતરબાજી કહેવાય??(બખડ જંતર)