ભારત બનાવશે ૨૦૦ કરોડ વેક્સિન ડોઝનો રેકોર્ડ : ૧૮,૩૦૧ સંક્રમિતો સાજા થયા એક્ટિવ કેસ ૧.૪૦ લાખને પાર થયા : દૈનિક પોઝિટિવિટી રેટ ૪.૮૦ ટકા
નવી દિલ્હી, તા.૧૬
ભારતે કોરોના રસીકરણમાં મોટો રેકોર્ડ બનાવશે. દેશમાં રસીકરણનો આંકડો ૨૦૦ કરોડ નજીક પહોંચવા આવ્યો છે. ભારતમાં ૧૫મી જૂલાઈથી કોરોનાનો બૂસ્ટર ડોઝ મફત આપવાની શરૂઆત થઈ છે.. પહેલા બૂસ્ટર ડોઝ માટે પૈસા ખર્ચવા પડતા હતા, પરંતુ આઝાદીના અમૃત પર્વના અવસર પર મોદી સરકારે આગામી ૭૫ દિવસ સુધી મફતમાં કોરોનાનો બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી હતી. થોડા દિવસો પહેલા પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને કહ્યું હતું કે રસી એ કોરોના સામેની લડાઈ છે. આ નિર્ણયથી ભારતની રસીકરણ અભિયાનને આગળ વધારવા માટે મદદ કરશે. દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૦,૦૪૪ નવા કેસ નોંધાયા અને ૫૬ સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે ૧૮,૩૦૧ સંક્રમિતો સાજા થયા હતા. એક્ટિવ કેસ ૧.૪૦ લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૪.૮૦ ટકા છે. દેશમાં એક્ટિવ કેસ ૧,૪૦,૭૬૦ પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૫,૬૬૦ થયો છે. અત્યાર સુધીમાં ૪,૩૦,૬૩,૬૫૧ લોકો કોરોના સામે જંગ જીત્યા છે.જુલાઈ મહિનામાં કઈ તારીખે કેટલા કેસ નોંધાયા તે આ મુજબ છે. ૧૫ જુલાઈએ ૨૦,૦૩૮ નવા કોવિડ કેસ અને ૪૭ સંક્રમિતોના મોત થયા. ૧૪ જુલાઈએ ૨૦,૧૩૯ નવા કોવિડ કેસ અને ૩૮ સંક્રમિતોના મોત થયા. ૧૩ જુલાઈએ ૧૬,૯૦૬ નવા કેસ અને ૪૫ સંક્રમિતોના મોત થયા હતા. ૧૨ જુલાઈએ ૧૩,૬૧૫ નવા કેસ અને ૨૦ સંક્રમિતોના મોત થયા હતા. ૧૧ જુલાઈએ ૧૬,૬૭૮ નવા કેસ અને ૨૬ સંક્રમિતોના મોત થયા. ૧૦ જુલાઈએ ૧૮.૨૫૭ નવા કેસ નોંધાયા અને ૪૨ સંક્રમિતોના મોત થયા હતા. ૯ જુલાઈએ ૧૮,૮૪૦ લોકો સંક્રમિત થયા અને ૪૩ લોકોના નિધન થયા. ૮ જુલાઈએ ૧૮, ૮૧૫ નવા કેસ નોંધાયા અને ૩૮ સંક્રમિતોના મોત થયા હતા. ૭ જુલાઈએ ૧૮,૯૩૦ નવા કેસ અને ૩૫ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૬ જુલાઈએ ૧૬,૧૫૯ નવા કેસ અને ૨૪ સંક્રમિતોના મોત થયા હતા. ૫ જુલાઈએ ૧૩,૦૮૬ નવા કેસ અને ૧૯ સંક્રમિતોના મોત થયા હતા. ૪ જુલાઈએ ૧૬,૧૩૫ નવા કેસ નોંધાયા અને ૨૪ સંક્રમિતોના મોત થયા હતા. ૩ જુલાઈએ૧૬,૧૦૩ નવા કેસ નોંધાયા અને ૩૧ સંક્રમિતોના મોત થયા હતા. ૨ જુલાઈએ ૧૭૦૯૨નવા કેસ નોંધાયા અને ૧૯ સંક્રમિતોના મોત. ૧ જુલાઈએ ૧૭ હજારથી વધુ કેસ નોંધાયા.