નારી ગામે બહુચરમાંના મંદિર પાસે ચાલુ વરસાદે આરસીસી રોડનું કામ ચાલી રહ્યું હોવાનું વિડિઓ વાઈરલ થયો

27

વીડિયો અંગે અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રોડ નથી બનાવી રહ્યા ખાળ કૂવામાં ખરાબ માલ ભરી રહ્યા છે – કાર્યપાલક ઈજનેર
ભાવનગર શહેરના નારી ગામ પાસે ચાલુ વરસાદે રોડ બની રહ્યો હતો, આ ઘટના ભાવનગર શહેરના નારીગામની છે જ્યાં વરસાદના પાણી ભરાયેલા હીવ છતાં રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાઈરલ અંગે અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રોડની વચ્ચે જે ખાળ કૂવો છે તેમાં ખરાબ માલ નાખવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકાની ઘોર બેદરકારી અને પ્રજાના પૈસાનું પાણી કરતા દ્રશ્યો સામે આવ્યા છે, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નારી ગામે બહુચરમાંના મંદિર પાસે આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે આ કામ લાખોના ખર્ચે મનપા કરી રહ્યું છે, ચાલુ વરસાદે, જ્યાં રોડ માટેનો સીમેન્ટનો માલ નખાઈ રહ્યો છે તે રોડ પર વરસાદનું પાણી ભરાયેલુ છે અને વરસાદ શરૂ છે. આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના અધિક કાર્યપાલક ઇજનેર રવિરાજએ જણાવ્યું હતું કેચાલુ વરસાદે કોઈપણ રોડના કામ કરવા આવતા નથી જે વિડિઓ વાઈરલ થયો તે અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જે બે દિવસ પહેલા વરસાદ આવ્યો તે વરસાદમાં સિમેન્ટ કોંક્રેટનો માલ પલળી ગયો હતો તે અમસ્તા પણ ફેંકી દેવાનો હતો અને રોડ વચ્ચે જે ખાળકુવો હતો તેમાં આપણે પરાજુ નાખવું પડે, માટે જે માલ ખરાબ થઈ ગયો હતો તે વધારોનો માલ ખાળ કૂવામાં નાખે છે રોડ નથી બનાવી રહ્યા.

Previous articleહવે તાવ નથી કોરોનાનું સૌથી સામાન્ય લક્ષણ : સ્ટડીમાં ખુલાસો
Next articleશહેર હોય કે જિલ્લો સર્વત્ર ખાડારાજ