સિહોરથી પસાર થતા ભાવનગર રાજકોટ હાઇવે ઉપર ખાડા જ ખાડા, રસ્તો પગ કરી ગયો : એસટી. સ્ટેન્ડથી વળાવડ ફાટક સુધીનો રસ્તો અતિ બિસ્માર, અંનેક વાહન ચાલકો પટકાયા, પારાવાર મુશ્કેલી
ભાવનગર રાજકોટ હાઇવે રોડ જે સિહોરમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે શિહોર એસટી સ્ટેન્ડથી વળાવડના ફાટક સુધી રસ્તાની હાલત એકદમ બિસ્માર હાલતમાં છે. ખાસ કરીને ગરીબશાપીર પાસે આશાપુરા રેસ્ટોરન્ટ સામે આ રોડમાં એક થી દોઢ ફૂટના ઊંડા ખાડા પડી ગયા છે જ્યારે આ નેશનલ હાઈવે હોય હજારો વાહન અહીંથી પસાર થતા હોય છે અને સામાન્ય વરસાદની અંદર અહીં તળાવ ભરાઈ જાય છે ત્યારે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઉપરાંત રાત્રિના સમયે બે થી ત્રણ મોટા વાહનો પલટી ખાઈ ગયા જ્યારે બાજુમાં સ્કૂલ આવેલી હોય ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓને લેવા મુકવા જવા માટે વાલીને મુશ્કેલી પડી રહી છે. આસપાસ વસતા લોકો વાહન ચાલકો ફસાઇ ત્યારે મદદે આવે છે ત્યારે વાહન ચાલક નર્કમાંથી નીકળી સ્વર્ગમાં આવ્યાની અનુભૂતિ કરે છે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. આ ખાડા રાજ છે જે છેલ્લા છ મહિનાથી છે પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે કદાચ કોઈ મોટી દુર્ઘટનાની રાહે હોય જવાબદાર કોણ છે ખબર નથી રોજે રોજ આઠથી દસ ફોરવહીલ ચાલકોના બમ્પર તૂટી જાય છે ખૂબ મોટું મેન્ટન્સ આવેછે ત્યારે તંત્ર આ હાઇવેનું મેન્ટેનન્સ હાથ ધરવામાં આંખ મિચામણા કરી રહ્યું છે અજાણ્યા વાહન ચાલકો તો આ ખાડામાં અજાણતા પડે ત્યારે એક્સિડન્ટ થાય છે છતાં આ ખાડારાજથી તંત્રની જરૂરથી પોલ છતી થાય છે.