ભાવનગર જિલ્લામાં ૧૦મી ઓગષ્ટ સિંહ દિન નિમિત્તે વન વિભાગ દ્વારા તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન

21

૧૦ મી ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં લાયન ડે તરીકે ઉજવવામાં આવે છે. વન વિભાગ સાસણના આયોજન તળે અને ૨૦૧૬ થી ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે.ક્રમબદ્ધ રીતે આ ઉજવણીમાં અલગ અલગ જિલ્લાઓનો સમાવેશ કરીને જે જિલ્લામાં સિંહનું વિચરણ દેખાઈ રહ્યું છે તે જિલ્લામાં આ પ્રાણીના સરક્ષણ,સંવર્ધન માટે લોકજાગૃતિમાં કેળવવા કાર્યક્રમોનું આયોજન થાય છે અને આ ઉજવણીએ અનેક એવોર્ડ, વિક્રમ સ્થાપીને નવાં કિર્તીમાન બનાવ્યાં છે. કોવિડ ૧૯ ના કારણે ૨૦૨૦ અને ૨૦૨૧નું આયોજન ફિઝિકલી થઈ શક્યું ન હતું. પરંતુ વર્ચ્યુઅલ ઉજવણી થઈ. તેમાં ગત વર્ષે ઉજવાયેલી વર્ચ્યુઅલ ડે ની ઉજવણીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ૭૫ લાખ જેટલા લોકો આ ઉજવણીમાં સામેલ થયાં હતાં. જે આંકડો વિક્રમજનક ગણી શકાય. પરંતુ ચાલુ વર્ષે હવે બે વર્ષના સમય ગાળા પછી પ્રત્યક્ષ રીતે સમગ્ર ભાવનગર જિલ્લામાં પણ સિંહ દિવસની ઉજવણી થનાર છે આ અંગેની વિગતો આપતા સિંહ દિવસના જિલ્લા સંયોજક શ્રી તખુભાઈ સાંડસુર જણાવ્યું કે સમગ્ર વન વિભાગના આયોજન તળે લાયન ડે ની ઉજવણીની પુર્વ તૈયારીની બેઠકોનું આયોજન ક્રમબદ્ધ રીતે થઈ રહ્યું છે.
આવી એક બેઠક તાજેતરમાં સાસણ મુકામે ૧૭ જુલાઈના રોજ વન અધિકારીઓ શ્રી એસ ટી ટીલારા,ડી.પી વાધેલા તથા કાર્યક્રમ સંયોજક શ્રી કરશનભાઈ વાળાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં કુલ ૧૭૦૧ જેટલી શૈક્ષણિક સંસ્થાઓએ પોતાના ૪૦૭,૭૨૮ જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોને ભાગ લેવા માહિતી રજૂ કરેલ છે.હજુ પણ આ આંકડો ચાર લાખને પાર થઈ વધુ મોટો થઈ સંખ્યા શકે તેમ છે. વન વિભાગ શાસનના આયોજન તળે સમગ્ર જિલ્લાના શિક્ષણ તંત્ર,વનતંત્ર અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આયોજનને સુચારું રીતે પાર પાડવા સૌ લોકો પ્રયત્નશીલ છે

Previous articleભાલના ૮ ગામડાઓની ૧૨ થી વધુ શાળાઓમાં ૧,૪૪૦ થી વધુ બાળકોની આરોગ્ય તપાસ
Next articleકટલેરીનો સામાન વેચવા ગયેલી ફુલસરની મહિલાનું રિક્ષા ચાલકે ઢીંમ ઢાળી દિધું