આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન – અટકાયત

16

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વર્ચસ્વ જમાવવા માટે પ્રયાસો શરુ કર્યા છે.ભાવનગર સહિત રાજ્યભરમાં વિવિધ મુદ્દાઓ,પ્રજાના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજી શાસક પક્ષને ભીડાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.ભાવનગરના ઘોઘાગેટ ખાતે આજે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ મફત વીજળી,મોંઘવારી,પેપર લીક કાંડ,ગુજરાતમાં દારૂનું દુષણ,મંગુ શિક્ષણ સહિતના પ્રજાકીય પ્રશ્નો અને સમસ્યાઓને ઉજાગર કરવા વિરોધ પ્રદર્શન કર્યું હતું.વિરોધ કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

Previous articleકટલેરીનો સામાન વેચવા ગયેલી ફુલસરની મહિલાનું રિક્ષા ચાલકે ઢીંમ ઢાળી દિધું
Next articleગારીયાધારના મોટા ચારોડિયા ખાતે વંદે ગુજરાતની ઉજવણીમાં જોવાં મળ્યું અનોખું મહિલા શસક્તિકરણ