ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ભાવનગર શહેરની જુદી જુદી 10 શાળાના સ્કાઉટ ગાઈડ માટે પાયોનીયરિંગ શિબિરનું આયોજન દક્ષિણા મૂર્તિ ખાતે કરવામાં આવેલ જિલ્લા સંઘ પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે રાજ્યપાલ એવોર્ડ માટેની તૈયારી કરતા કાઉટ ગાઈડ માટે રવિવારના રોજ આ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવેલ શિબિરમાં જુદી જુદી 10 પ્રકારની ગાંઠો શીખવવામાં આવી અને એ ગાંઠો નો ઉપયોગ કઈ જગ્યાએ થાય તેની સમજ સ્કાઉટ ગાઈડને આપવામાં આવી આ સાથે સ્કાઉટ ગાઈડ પ્રાર્થના , નિયમ , પ્રતિજ્ઞા , મેદાની રમતો અને દળ પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. ગાઈડ કમિશનર દર્શનાબેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં આ સમગ્ર શિબિર સિનિયર શિક્ષકો અને સિનિયર સ્કાઉટ તેમજ રોવર્સ દ્વારા સુચારું સંચાલન કરવામાં આવ્યું.