શહેરમાં કાળઝાળ ગરમીની અસર, રસ્તાઓ સુમસામ

1065

છેલ્લા એકાદ માસથી સમગ્ર રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર ઉપર પણ સુર્યનારાયણ પોતાનો પ્રકોપ વરસાદી રહ્યાં છે. ભાવનગર શહેરમાં તાપમાન ૪૦ થી ૪૪ ડિગ્રી સુધી રહ્યું છે. જ્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં તો ૪પ ડિગ્રી વટાવી જતા લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યાં છે. આજે પણ ભાવનગરમાં ૪૧ ડિગ્રી તાપમાન સાથે ૧૪ કિ.મી. ઝડપે લૂં ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું હતું. આજે રવિવાર હોવા ઉપરાંત કાળઝાળ ગરમીના કારણે બપોરથી સાંજ સુધીનો લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું હોય રસ્તાઓ સુમસામ કરી રહ્યાં હતા. જ્યારે બગીચાઓમાં બપોરના સમયે શ્રમિકો છાંયડે આરામ ફરમાવતા પણ નજરે ચડ્યા હતા. આ ઉપરાંત સરદારબાગમાં પક્ષી ઘરમાં પક્ષીઓને ગરમીથી બચાવવા નેટ તેમજ કંતાનો બાંધી પાણી છાંટવામાં આવી રહ્યું છે. શહેરમાં રાત્રિનું તાપમાન પણ ૩૦ ડિગ્રી સુધી પહોંચી જતા રાત્રિના સમયે પણ ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે.

 

Previous articleનાગરિક બેંક દ્વારા વિશિષ્ટ પ્રતિભાઓ, તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા
Next articleસિહોરમાં દુકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો : શખ્સ ફરાર