ભાવનગરમાં ગોરંભાયેલા વાદળો વરસ્યા નહીં

13

જિલ્લાના સાત તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદનો સંપૂર્ણ વિરામ ત્રણ તાલુકામાં ત્રણ દિવસમાં એક થી સાત મીમી. વરસાદ પડ્યો
રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા.૧૦ થી ૧૫ સુધી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અપાયેલી જેના પગલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થયો અને કેટલાક જિલ્લાઓમાં તો અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ઊભી થવા પામેલી સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયેલો તેની સાથે ભાવનગરમાં પણ મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પૂર્ણ થયા બાદ ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ સંપૂર્ણ વિરામ લીધો હોય તેવી પરિસ્થિતિ થવા પામી છે. ભાવનગર શહેર અને જિલ્લાની વાત કરીએ તો ભારે વરસાદની આગાહી પૂર્ણ થયા બાદ છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે દિવસ દરમિયાન સમયાંતરે વાદળો ગોરંભાઈ રહ્યા છે પરંતુ વરસ્યા વિના જ ઉઘાડ નીકળે છે છેલ્લા ત્રણ દિવસમાં ભાવનગર જિલ્લાના સાત તાલુકાઓમાં મેઘરાજાએ સંપૂર્ણપણે વિરામ લીધો છે અને એક મીલીમીટર વરસાદ પણ પડ્યો નથી જ્યારે મહુવા તાલુકામાં ત્રણ દિવસમાં પાંચ મિલીમીટર, સિહોર તાલુકામાં એક મિલીમીટર અને વલભીપુર તાલુકામાં ત્રણ દિવસમાં સાત મિલીમીટર વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમાં આજે સવારે વાદળો બંધાયા હતા અને વરસાદ પણ શરૂ થયો હતો અને કાળા ડીબાંગ વાદળો જોર સોરથી વરસસે એવો માહોલ સર્જાયો હતો પરંતુ થોડીવારમાં જ વાદળો વિખાયા હતા અને વરસાદ પણ બંધ થઈ જવા પામ્યો હતો આમ ભાવનગર શહેર ઉપરાંત તાલુકા કક્ષાએ પણ દરરોજ વરસાદના અમીછાટણા થઈ રહ્યા હતા છે પરંતુ નોંધપાત્ર વરસાદ વરસતો નથી જોકે છેલ્લા ત્રણ દિવસથી વરસાદે લીધેલા વિરામથી ખેડૂતોએ વાવેલા પાકને ફાયદો થઈ રહ્યો હોય જગતનો તાત ઈચ્છા મુજબનો વરાપ નીકળતા ખુશ જોવા મળી રહ્યો છે.
દરરોજ અમી છાટણાથી થયું ગંદકીનુ સામ્રાજ્ય
ભાવનગર શહેર તથા જિલ્લાભરમાં આગાહી દરમિયાન પડેલા સારા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા અને નીચાણ વાળા વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પણ ઘૂસી ગયેલા દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો છે પરંતુ દરરોજ મોટાભાગના તાલુકાઓમાં આખા દિવસમાં એક થી બે વાર હળવા ઝાપટા પડી જાય છે પરિણામે કેટલાક વિસ્તારોમાં ગારો અને કિચડ થવા પામ્યા છે અને તે દરરોજના વરસાદને લીધે સૂકાતા પણ નથી અને મચ્છરોનો પણ ત્રાસ વધ્યો છે આથી લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

Previous articleખાડા પુરવા નાખેલી માટી અને મોરમથી શહેરના માર્ગ ઉપર રાબડનું સામ્રાજ્ય
Next articleS.T. બસમાં આગના બનાવમાં બેદરકાર ત્રણ કર્મચારી સસ્પેન્ડ