શહેરના રૂખડીયા હનુમાન મંદિર સામે તળપદા કોળી જ્ઞાતિની વાડી ખાતે બિપીનભાઈ બારૈયા તથા આશિષ બારૈયા દ્વારા ઓપન ભાવનગર ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૭ વર્ષ ઉપર અને ૧૭ વર્ષ નીચે એમ બે વિભાગમાં યોજાયેલી ચેસ ટર્નામેન્ટમાં ર૦૦ ઉપરાંત ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.