મુંબઈ,તા.૧૯
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીના રોલમાં જોવા મળતી અભિનેત્રી મુનમુન દત્તા ટ્રાવેલિંગનો શોખ ધરાવે છે. કોરોના કાળ પહેલા મુનમુન દત્તા કેટલાય દેશોમાં એકલી મુસાફરી કરી આવી છે. છેલ્લા બે વર્ષથી સોલો ટ્રોપ પર ના જઈ શકેલી મુનમુન કોરોનાની સ્થિતિમાં થોડો સુધારો થતાં જ ફરવા માટે ઉપડી ગઈ છે. બુદ્ધ ભગવાનના મંદિરો માટે જાણીતા દેશ થાઈલેન્ડમાં મુનમુન સોલો ટ્રીપ પર નીકળી છે. મુનમુન દત્તા શૂટિંગ શિડ્યુલમાંથી સમય કાઢીને થાઈલેન્ડ પહોંચી ગઈ છે. થાઈલેન્ડમાં મુનમુન દત્તાએ ઝ્રરૈટ્ઠહખ્ત સ્ટ્ઠૈમાં આવેલા સિલ્વર ટેમ્પલમાં દર્શન કર્યા હતા. મુનમુન દત્તાએ મંદિરમાંથી સુંદર તસવીરો શેર કરી હતી. આ ફોટોઝ શેર કરતાં તેણે લખ્યું, “વર્ષો પછી ફરી સોલો ટ્રીપ કરી રહી છું. હું મારી જાતને પહેલાની જેમ જીવી રહી છું. સિલ્વર ટેમ્પલની સુંદરતા દર્શાવતો એક વિડીયો મુનમુને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો હતો. વિડીયોમાં જોઈ શકો છો કે, આ મંદિર કેટલું નયનરમ્ય છે. આ મંદિરમાં દર્શન કર્યા પછીની એક સેલ્ફી મુનમુને શેર કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ફોટોમાં દેખાતા તેના સનગ્લાસિસ ખોવાઈ ગયા. ટ્રીપ પર ઘણીવાર વસ્તુઓ ખોવાઈ જતી હોય છે ત્યારે મુનમુનના સન ગ્લાસિસ ખોવાઈ ગયા છે. આ સિવાય મુનમુન દત્તાએ એક રીલ શેર કરીને થાઈલેન્ડની નાનકડી ઝલક બતાવી છે. વિડીયોમાં ફ્લાઈટમાંથી દેખાતા વાદળ બાદ સીધો થાઈલેન્ડનો નજારો દેખાય છે અને સ્માઈલ કરતી મુનમુન જોવા મળે છે. મલ્ટીકલરના ડ્રેસમાં મુનમુન આકર્ષક લાગી રહી હતી. આ વિડીયો શેર કરતાં તેણે લખ્યું, “ફરવાનો સમય થઈ ગયો છે. આ વ્યૂ સાથે ઉઠી. મુનમુન દત્તા અનેકવાર ટ્રોલર્સની બોલતી બંધ કરતી આવી છે. ત્યારે સોલો ટ્રીપ પર ગયેલી મુનમુનને કેટલાક લોકોએ સવાલ કર્યા હતા કે એકલી છે તો ફોટો કોણ પાડે છે? એક્ટ્રેસે આ વાતનો પોતાની જ ભાષામાં જવાબ આપ્યો હતો. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સનું મોં બંધ કરતાં લખ્યું, “ફરીથી મૂર્ખા જેવા સવાલ આવવાના શરૂ થઈ ગયા. ’સોલો ટ્રીપ છે તો ફોટો કોણ પાડે છે…વગેરે સવાલો શરૂ થયા છે’ તમે લોકોએ ટ્રાયપોડનું નામ સાંભળ્યું છે? હા? ના? તો ગૂગલ કરી લો. કંઈક નવું શીખો.”