સિહોર નગરપાલિકા દ્વારા રજા ના દિવસો માં પણ ફરજ અદા કરી રહી છે ત્યારે સરકારશ્રી ની સૂચના તેમજ આદેશ ને લઈ રજા ના દિવસ જે સરકારશ્રી દ્વારા બીજા અને ચોથા શનિવાર અને રવિવાર ના દિવસો દરમિયાન તેમજ ધોધમાર વરસાદ હોવા છતાં આજ રોજ સિહોર નગરપાલિકા દ્વારા તા.૨૩/૦૭/૨૦૨૨ ને શનિવાર ના રોજ સિહોર મેઈન બજાર માં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવા માં આવેલ જેમાં પ્લાસ્ટિક ઉપયોગ કરતા આસામી પાસેથી પ્લાસ્ટિક ઝબલા, થર્મોકોલ ડીશ,ચા ના કપ, પ્લા. ગ્લાસ, તેમજ ટ્રાફિક અડચણરૂપ માલ સામાન વેચનાર નો માલ જપ્ત કરેલ જેમનો આશરે ૧૨ કિલો વજન નું પ્લાસ્ટિક જપ્ત કરેલ ,અને કુલે રૂપિયા ૧૨૦૦ નો દંડ વસૂલવામાં આવેલ. સિહોર નગરપાલિકા ચીફ ઓફિસર મારકણા ના માર્ગદર્શન હેઠળ શોપ ઇન્સ્પેકટર વિજયભાઈ વ્યાસ ,સુનીલ ગોહિલ, પ્રિતેશ વાળા ,ધર્મેન્દ્ર ચાવડા, અને પ્રિયાંશું ગોહિલ ફરજ અદા કરેલ…આ સાથે શોપ ઇન્સ્પેકટર વિજયભાઈ વ્યાસ દ્વારા ખાસ કડક સૂચના સાથે જણાવેલ કે હવે કોઈ વેપારીઓ પાસે હલકી ગુણવત્તાના પ્લાસ્ટીક ની કોઈ ચીજ વસ્તુ મળશે કે વેચાણ કરશે તો તેમની પર સરકારશ્રી ની સૂચના મુજબ અને જોગવાઈ મુજબ પ્રથમ વખત પકડાય તો રૂ.૫૦૦ નો દંડ,બીજી વખત પકડાય તો રૂ ૧૦૦૦/ સુધી નો દંડ તેમજ આખરે ત્રીજીવાર પકડાય તો ફોજદારી ગુનો સાથે દુકાન ને સીલ કરવા માં આવશે તેવું જણાવવામાં આવેલ..
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર..